દેવભૂમિ દ્વારકા જીલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ
***
પ્રવેશ મેળવવા માટે http://itiadmission.gujarat.gov.in વેબસાઇટ પર જઇ તા. ૧૩-૦૬-૨૦૨૪ સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે
***
દેવભૂમિ દ્વારકા જીલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ - જામ ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકાની સંસ્થા ખાતે ચાલતા વિવિધ પ્રકારનાં ટ્રેડ જેમકે ઈલેક્ટ્રીશયન, વાયરમેન, COPA, વેલ્ડર, આર્મેચર મોટર રીવાઇન્ડીંગ, સુઈંગ ટેકનોલોજી, CHNM, મિકેનિક ડીઝલ, ડેસ્કટોપ પબ્લીશીંગ, ફીટર, ટર્નર, AOCP, HSI વગેરેમાં એડમિશનની પ્રક્રિયા શરૂ થયેલી છે.
એડમીશન સત્ર-૨૦૨૪માં પ્રવેશ મેળવવા માટે http://itiadmission.gujarat.gov.in વેબસાઇટ પર જઇ તા. ૧૩.૦૬.૨૦૨૪ સુધીમાં પ્રથમ રાઉન્ડ માટે પ્રવેશફોર્મ ઓનલાઇન ભરવાનું રહેશે. ઉમેદવારે તેઓની પસંદગીની એક કરતા વધારે સંસ્થાઓ માટે ફક્ત એક જ ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવાનુ રહેશે. એડમીશન ૨૦૨૪ માટેની માહિતી પુસ્તિકા ઉપરોક્ત વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે. પ્રવેશફોર્મ આઈ.ટી.આઈ. ખાતે વિના મુલ્યે ભરી આપવામાં આવશે. ઉમેદવારે ફક્ત રજીસ્ટ્રેશન ફી રૂ ૫૦/- ઓનલાઈન ભરવાની રહેશે. વધુ માહિતી માટે પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોએ જે-તે આઇ.ટી.આઇ. નો રૂબરૂ સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationLSG vs GT IPL 2025: લખનૌ સુપર જાયન્ટ્સ 6 વિકેટથી જીત્યું ગુજરાતની હાર
April 12, 2025 09:42 PMદેશભરમાં વોટ્સએપ સેવા ઠપ્પ, ગ્રુપમાં મેસેજ નથી જઈ રહ્યા, કોલ પણ નથી થઈ રહ્યો
April 12, 2025 08:58 PMપાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી 5 વર્ષમાં વધી કે ઘટી? રિપોર્ટમાં દર્શાવેલા આંકડા તમને ચોંકાવી દેશે
April 12, 2025 04:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech