આદિત્ય L1એ મોકલી ખાસ સેલ્ફી, વીડિયોમાં દેખાયું ચંદ્ર અને પૃથ્વીનું ચોંકાવનારું રૂપ, જુઓ Video

  • September 07, 2023 12:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય L1 સફળતા પૂર્વક આગળ વધી રહ્યું છે. અને ચંદ્રયાન-3 હાલ ચંદ્રની સપાટી પર રાત હોવાથી સ્લીપ મોડમાં છે. આ દરમિયાન સૂર્ય-અર્થ L1 પોઈન્ટ માટે જઈ રહેલા આદિત્ય-L1 એ પૃથ્વી અને ચંદ્રની અદભુત તસવીરો પણ લીધી છે. 

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) દ્વારા સોશિયલ મીડિયા સાઈટ X (અગાઉ ટ્વિટર) પર આ માહિતી આપવામાં આવી છે. ઈસરો દ્વારા એક વિડીયો શેર કરવામાં આવ્યો છે જેમાં પૃથ્વી અને ચંદ્ર બન્ને એક ફ્રેમમાં દેખાઈ રહ્યા છે. 


આ પહેલા મંગળવારે આદિત્ય એલ1 એ પૃથ્વીની ભ્રમણકક્ષા સાથે સંબંધિત બીજી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. ISROએ કહ્યું હતું કે, “પૃથ્વી ભ્રમણકક્ષા (EBN2) સંબંધિત બીજી પ્રક્રિયા ITRAC, બેંગલુરુમાંથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. મોરેશિયસ, બેંગલુરુ અને પોર્ટ બ્લેરમાં ITRAC/ISRO કેન્દ્રોએ મિશન દરમિયાન ઉપગ્રહનું નિરીક્ષણ કર્યું હતું.


 પ્રાપ્ત થયેલ નવી ભ્રમણકક્ષા 282 કિમી x 40225 કિમી છે. ISRO અનુસાર, આદિત્ય L1 ની પૃથ્વીની ભ્રમણકક્ષા સંબંધિત ત્રીજી પ્રક્રિયા 10 સપ્ટેમ્બરે ભારતીય સમય અનુસાર લગભગ 2.30 વાગ્યે પૂર્ણ કરે તેવી શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application