હાઉસિંગ લોન પેટેના 17.75 લાખ વસૂલવા આદિત્ય બિરલાએ પોલીસ બંદોબસ્ત સાથે મિલકતો કબજે લીધી

  • April 02, 2025 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાખો રૂપિયાની હાઉસિંગ લોન લઈ બાકીની રૂપિયા 17.75 લાખની રકમ નહીં ભરનારા લોનધારકની મિલકતો પોલીસ બંદોબસ્ત સાથે કબજે લેવા અદાલતે હુકમ કર્યો છે. આ અંગેની હકીકત મુજબ, આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સ લી. માંથી જયદીપ અરવિંદભાઈ મોરણીયાએ સિક્યોર્ડ હોમ લોન લીધી હતી. બાદમાં લોનના હપ્તા ચૂકવવામાં ઠાગાઠૈયા કરતાં હોય. જેના બાકી નીકળતા રૂપિયા ૧૭.૭૫ લાખથી વધુ રકમ ચૂકવવામાં જયદીપ મોરણિયા નિષ્ફળ ગયેલ હોય. આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સ લી. દ્વારા સરફેસી એક્ટ - ૨૦૦૨ તળે કોર્ટમાં બાકીદાર જયદીપ મોરણીયાની મિલકતનો કબજો મેળવવા એડવોકેટ હિરેન એચ. પંડયા મારફત અરજી કરાઇ હતી, જે અરજી ચાલી જતાં રાજકોટની ચીફ કોર્ટના જજ એન.એચ.નંદાણિયાએ બાકીદાર જયદીપ મોરણીયાને મિલકતનો કબજો આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સ લી.ને સોપવા હુકમ ફરમાવ્યો હતો. તેમ છતાં તેણે લોન ચૂકવવાની કોઈ દરકાર લીધેલ ન હોય, લોન લઈને હપ્તા નહિ ભરવાની માનસિકતા તથા વર્તન હોવાની રજૂઆતો ધ્યાને લઈ કોર્ટે આપેલા દાખલા રૂપ હુકમમાં કોર્ટ કમિશનર તથા પોલીસ બંદોબસ્ત સાથે ઉપરોક્ત બાકીદારની મિલકતનો કબજો આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સ લી.ને કબજો સોંપવા દાખલા રૂપ હુકમ કર્યો છે. અરજદાર આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સ લી.ને મિલકતના કબ્જા સોંપણી સમયે એરિયા કલેક્શન મેનેજર દેવેનભાઈ ગણાત્રા અને જિનલ લીગલ મેનેજર કિશન બુધ્ધદેવ હાજર રહયા હતા. આ કેસમાં ફાઇનાન્સ તરફે એડવોકેટ હિરેન એચ. પંડયા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application