હિંડનબર્ગના કારણે અદાણીની નેટવર્થમાં 57%નો ઘટાડો, રીપોર્ટમાં થયો ખુલાસો

  • October 11, 2023 05:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગૌતમ અદાણીની અડધી સંપત્તિમાં ઘટાડો થયો છે. ગત વર્ષે હુરુનના અમીરોની યાદીમાં પ્રથમ સ્થાને રહેલા ગૌતમ અદાણીને આ વર્ષે આંચકો લાગ્યો છે અને નંબર વન અમીરનો તાજ તેમના માથેથી છીનવાઈ ગયો છે. અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ બાદ દેશના બીજા સૌથી ધનિક ૬૧ વર્ષીય ગૌતમ અદાણી પરિવારની નેટવર્થ ગયા વર્ષની સરખામણીમાં ૫૭ ટકા ઘટીને રૂ. ૪૭૪,૮૦૦ કરોડ થઈ છે.


સામે આવેલા રીપોર્ટ મુજબ ૧૩૧૯ લોકોની સંપત્તિ ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુ છે. ૨૦૨૩ની યાદી અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં ભારતના સૌથી ધનિકોની સંપત્તિમાં ૭૬ ટકાનો જોરદાર વધારો થયો છે. આ સાથે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે દેશમાં અબજોપતિઓની સંખ્યા વધીને ૨૫૯ થઈ ગઈ છે, જે ગયા વર્ષની સરખામણીમાં ૩૮ વધુ છે.


રાધા વેમ્બુ : દેશની સોથી અમીર સેલ્ફ મેડ બીઝનેસ વુમન

ભારતના સેલ્ફ-મેડ અબજોપતિઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ઝેપ્ટોના કૈવલ્ય વોહરા આ વખતે યાદીમાં સામેલ છે. ગયા વર્ષે નાયકાની ફાલ્ગુની નાયર સૌથી અમીર સેલ્ફ મેડ મહિલા બની હતી, જ્યારે આ વખતે રાધા વેમ્બુએ તેને પાછળ છોડીને આ ખિતાબ જીત્યો છે. બેંગલુરુ સ્થિત ક્વિક ગ્રોસરી ડિલિવરી સ્ટાર્ટઅપ ઝેપ્ટોના સહ-સ્થાપક કૈવલ્ય વોહરાનો દેશના સૌથી યુવા ઉદ્યોગપતિ તરીકે સમાવેશ થાય છે અને તેમની સંપત્તિ રૂ. ૧૦૦૦ કરોડથી વધુ છે. ખાસ વાત એ છે કે આ યાદીમાં ૯૦ના દાયકામાં જન્મેલા ૧૨ ભારતીયોના નામ સામેલ કરવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application