કોસ્મેટિક સર્જરી દરમિયાન અભિનેત્રીને 4 વખત આવ્યો કાર્ડિયાક અરેસ્ટ, 29 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા

  • November 09, 2023 04:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બ્રાઝિલિયન ઇન્ફ્લુએન્સર અને એક્ટ્રેસ લુઆના એન્ડ્રેડ ખૂબ પ્રખ્યાત હતી પણ  તેણીએ માત્ર 29 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. લુઆનાના ચાહકો તેના નિધનના સમાચારથી આઘાતમાં છે. જો કે એક્ટ્રેસનું મૃત્યુનું કારણ વધુ પરેશાન કરનાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લુઆનાએ કોસ્મેટિક સર્જરી દરમિયાન જીવ ગુમાવ્યો હતો. સર્જરી દરમિયાન અભિનેત્રીને ૪ વખત કાર્ડિયાક અરેસ્ટનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ હોસ્પિટલમાં જ તેનું મોત નીપજ્યું હતું.


પ્રાપ્ત માહિતી અનુસાર, લુઆનાએ કોસ્મેટિક સર્જરી કરાવી હતી. તેના અઢી કલાક પછી, લુઆનાને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો અને તેનું હૃદય ધબકતું બંધ થઈ ગયું. ડોકટરોએ તેણીને બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ અભિનેત્રી બચી શકી નહીં. અહેવાલો અનુસાર, લુઆના સાઓ પાઉલોની એક હોસ્પિટલમાં તેના ઘૂંટણ પર લિપોસક્શન સર્જરી કરાવી રહી હતી.


લિપોસેક્શન સર્જરી એક પ્રકારની કોસ્મેટિક સર્જરી છે. આ સર્જરી દરમિયાન શરીરના કોઈપણ ભાગમાંથી ચરબી દૂર કરવામાં આવે છે. અભિનેત્રી આ સર્જરીની મદદથી પોતાના ઘૂંટણ પાસેની ચરબી ઓછી કરી રહી હતી. બ્રાઝિલના ફૂટબોલ સ્ટાર નેમાર સહિત ઘણી જાણીતી હસ્તીઓએ સોશિયલ મીડિયા પર લુઆનાના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application