દુનિયાભરમાં ફેન્સ હંમેશા ટોમ ક્રૂઝની ફિલ્મની રાહ જોતા હોય છે. તેની આગામી ફિલ્મ મિશન ઈમ્પોસિબલ 7નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. જ્યારે ભારતીય ચાહકોએ આ ફિલ્મનું ટ્રેલર જોયું, ત્યારે તેમને જાન્યુઆરી 2023માં રિલીઝ થયેલી શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણની યાદ આવી ગઈ. આ પછી હોલીવુડની ફિલ્મ મિશન ઈમ્પોસિબલ ટ્રોલ થવા લાગી છે.
ફિલ્મના ટ્રેલરમાં દેખાડવામાં આવેલા કેટલાક દ્રશ્યો એવા છે જે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણની યાદ અપાવે છે. ચાહકોએ આવા કેટલાક દ્રશ્યો શેર કરવાનું શરૂ કર્યું અને સરખામણી કરતા કહ્યું કે મિશન ઈમ્પોસિબલના સીન એવા છે જે શાહરૂખના પઠાણ પાસેથી ચોરાઈ ગયા છે. ફિલ્મના ટ્રેઇલરમાં દેખાતું એક ટ્રેનનું દ્રશ્ય ચાહકોને બરાબર પઠાણના એક સીન જેવું જ લાગી રહ્યું છે ફરક એટલો છે કે પઠાણમાં શાહરૂખ અને સલમાન ચાલતી ટ્રેનમાં લટકતા જોવા મળે છે, જ્યારે મિશન ઈમ્પોસિબલમાં ટોમ ક્રૂઝ લટકતા જોવા મળે છે.
જ્યારે સાઉથની ફિલ્મોની વધતી જતી તાકાત વચ્ચે બોલિવૂડનું ભવિષ્ય જોખમમાં હતું, ત્યારે શાહરૂખ ખાનની પઠાણ ઈન્ડસ્ટ્રીને બચાવી હતી. આ ફિલ્મે વિશ્વભરમાં 1000 કરોડથી વધુની કમાણી કરી હતી. આ સાથે જ આ ફિલ્મ હિન્દી ભાષામાં પણ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે સલમાન ખાનની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : મસાલા પાપડમાં ઈયળ નીકળવા મામલે JMC ફૂડ શાખાના અધિકારીએ આપી પ્રતિક્રિયા....
July 08, 2024 06:32 PMજામનગરના ઉમિયા નગરમાં ધોડાએ નિવૃત્ત શિક્ષકને અડફેટે લીધા...
July 08, 2024 06:21 PMકેરાટિન કે સ્મૂથનિંગ, તમારા વાળ માટે ક્યું છે શ્રેષ્ઠ?
July 08, 2024 06:19 PMજામનગરમાં વોર્ડ નબર 3ના કોર્પોરેટર દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું
July 08, 2024 06:14 PMજય શાહની BCCIમાંથી ICCમાં જવાની અટકળો, જાણો ક્યારે થશે અધ્યક્ષ પદ માટે ચૂંટણી?
July 08, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech