અમદાવાદમાં ટ્રકે ટક્કર મારી 100 ફૂટ ઢસડતા વૃદ્ધ દંપતીના ચીંથરા ઊડી ગયા, બન્ને મંદિરે દર્શન કરી પરત ફરતા હતા

  • January 02, 2025 10:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં આજે વહેલી સવારે એસપી રિંગ રોડ પર ગમખ્વાર અકસ્માત થયો હતો. ટ્રકે બાઈકને ટક્કર મારી વૃદ્ધ દંપતીને 50 ફૂટ જેટલા ઢસડ્યા હતા. આથી રોડ પર લોહીના રેગાડા થયા હતા. આ ઘટનામાં વૃદ્ધ દંપતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અકસ્માત એટલો ભયંકર હતો કે વૃદ્ધ દંપતીના શરીરના ચીંથરા ઊડી ગયા હતા. આથી એકત્ર થયેલા લોકોમાં અરેરાટી મચી ગઈ હતી. 


પરિવાર ગમગીનીનો માહોલ

એસપી રિંગ રોડ પર થયેલા અકસ્માતમાં બે નિર્દોષનાં મોત થતાં તેમના પરિવારમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. કચડાયેલાં માનવ અંગોને સ્થળ પરથી ખસેડવામાં આવી રહ્યાં છે, જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા આ અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે.


ટ્રકની ટક્કરથી બાઈક સાથે દંપતી ઢસડાયું

એસપી રિંગ રોડના પાંજરાપોળ ચાર રસ્તા પાસેથી બાઈક પર પસાર થતાં સમયે કાંતિભાઈ રવજીભાઈ પટેલ આશરે (ઉં.વ. 62) અને દક્ષાબેન કાંતિભાઈ પટેલ (ઉં.વ. 60)ને ટ્રકે અડફેટે લીધા હતાં. મંદિરે દર્શન કરીને ઘરે પરત ફરતા સમયે દંપતી પર ટ્રકનું ટાયર ફરી વળતા શરીરનાં ચીથરાં ઊડી ગયાં હતાં. ઘટનાની જાણ થતાં રામોલ પોલીસ અને આઈ ડિવિઝન પોલીસ સ્થળે દોડી ગઈ હતી.



પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી

પોલીસે બન્ને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરી હતી. એસપી રિંગ રોડ પર બનેલા આ બનાવ બાદ ટ્રાફિકજામ થઈ ગયો હતો. હાલ પોલીસ દ્વારા તમામ પ્રક્રિયા હાથ ધરીને આરોપીને પકડવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application