શૈક્ષણિક–બિન શૈક્ષણિક સ્ટાફ હજુ સુધી પગારથી વંચિત, ૫૦ હજાર કર્મચારીઓમાં રોષ છવાયો

  • March 11, 2023 05:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો તથા અન્ય કર્મચારીઓને હજુ સુધી ગયા મહિનાનો પગાર મળ્યો ન હોવાની વિગતો સામે આવી છે. આ અંગે વહીવટી સ્ટાફ ફેડરેશનના પ્રમુખ યોગેશ મિશ્રાએ ગ્રાન્ટની ફાળવણી થઈ ન હોવાના લીધે પગાર થયો ન હોવાનું જણાવ્યું છે. મહત્વનું છે કે માર્ચ મહિનાના ૧૧ દિવસ થઈ ગયા હોવા છતાં પણ સ્કૂલોના શૈક્ષણિક, બિન શૈક્ષણિક સ્ટાફને પગાર મળતા કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.





મળતી માહિતી અનુસાર, રાયની ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો અને કર્મચારીઓને પગાર છેલ્લા ૧૦ વર્ષથી દર મહિનાની ૩ તારીખે કરી દેવામાં આવતો હોય છે. પરંતુ આ વખતે ૧૧ તારીખ થઈ છતાં હજુ સુધી પગાર મળ્યો ન હોવાની વિગતો સામે આવી છે. ચાલુ માસમાં હોળી– ધુળેટીનો તહેવાર હોવા છતાં પગાર ન થવાના લીધે કર્મચારીઓ તહેવારની પણ યોગ્ય રીતે ઉજવણી કરી શકયા નથી.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ૯૦ ટકા કર્મચારીઓએ વિવિધ પ્રકારની લોન લીધેલી છે, જેમાં હાઉસીંગ લોન, પર્સનલ લોન તથા વ્હીકલ લોન જેવી લોનનો સમાવેશ થાય છે. જેના હા પણ ૧થી ૧૦ તારીખની અંદર જ કપાતા હોય છે, ત્યારે આ વખતે તેઓનો સમયસર પગાર ન થતાં તેઓને મુસીબતમાં મુકાયા છે.




આ અંગે વહીવટી સ્ટાફ ફેડરેશનના પ્રમુખ યોગેશ મિશ્રાએ જણાવ્યું કે, દર મહિને ૩ તારીખે ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો અને કર્મચારીઓને પગાર મળી જતો હોય છે, પરંતુ આ વખતે હજુ સુધી પગાર મળ્યો નથી. ગ્રાન્ટની ફાળવણી થઈ ન હોવાના લીધે પગાર થયો ન હોવાથી ૫૦ હજાર જેટલા કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.





અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૧૦ વર્ષમાં આ પહેલી વાર હશે કે ગ્રાન્ટેડ સ્કૂલોના કર્મચારીઓને પગાર સમયસર થયો નથી. છેલ્લા ૧૦ વર્ષથી રાયની ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો અને અન્ય કર્મચારીઓને પગાર દર મહિનાની ૩ તારીખે કરી દેવામાં આવતો હોય છે. જોકે, આ વખતે તહેવાર હોવા છતાં હજુ સુધી પગાર થયો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application