નાણાવટી ચોક પાસે રૂા.૧૨ કરોડના ખર્ચે એસી કોમ્યુનિટી હોલ બનશે

  • January 09, 2023 11:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાનગરપાલિકામાં કાલે બપોરે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની જમ્બો મિટિંગ માટે કુલ ૪૫ દરખાસ્તો સાથેનો એજન્ડા પ્રસિધ્ધ


વોર્ડ નં.૧માં સંતોષ પાર્ક મેઇન રોડ ઉપર રામેશ્ર્વર હોલની પાછળ અધતન કોમ્યુનિટી હોલ બનાવવા કાલે નિર્ણય થશે: જૂના કચરાનું પ્રોસેસિંગ કરવા ૧૯.૩૮ કરોડમાં કોન્ટ્રાકટ અપાશે: હાઇકોર્ટની ટકોર બાદ શિક્ષણ સમિતિની શાળા નં.૭, ૩૭, ૪૯, ૬૨ના ભાડૂતી મકાનો તેમના મૂળ માલિકોને પરત સોંપવા દરખાસ્ત




રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૧માં ૧૫૦ ફટ રિંગ રોડ ઉપર નાણાવટી ચોક પાસે સંતોષપાર્ક મેઇન રોડ ઉપર કુલ .૧૨.૦૮ કરોડના ખર્ચે અધતન એસી કોમ્યુનિટી હોલ બનાવવા દરખાસ્ત કરાઈ છે જે અંગે આવતીકાલે નિર્ણય કરાશે. કુલ ૫૧૦૫ ચો.મી. બાંધ કામ કરાશે જેમાં કોમ્યુનિટી હોલના બે યુનિટ બનાવાશે. આ કામે ૧૧.૫૨ કરોડના એસ્ટીમેટ સાથે ટેન્ડર પ્રક્રિયા કરાઈ હતી જેમાં બે ટેન્ડર આવ્યા હતા. દરમિયાન લોએસ્ટ વન ઓફર કરનાર એજન્સીએ વાટાઘાટના અંતે ૫.૫૦ ઓનથી કામ કરવા ઓફર કરતા હવે .૧૨.૦૮ કરોડના ખર્ચે વિનય ઇન્ફ્રા.પ્રા.લિ.ને કામ આપવા કાલે મિટિંગમાં નિર્ણય થશે તેમ ચેરમેન પુષ્કરભાઇ પટેલએ જણાવ્યું હતું. આવતીકાલની બેઠકમાં કુલ ૪૫ દરખાસ્તો અંગે નિર્ણય થશે.




જયારે અન્ય મહત્વપૂર્ણ દરખાસ્તોમાં તાજેતરમાં હાઇકોર્ટે કરેલી ટકોર બાદ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓના ભાડે લીધેલા બિલ્ડિંગ જેમાં શાળા નં.ાળા નં.૭, ૩૭, ૪૯, ૬૨ના  તેના મૂળ માલિકને પરત સોંપવા દરખાસ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત નાકરાવાડી ખાતેના જૂના ઘન કચરાને પ્રોસેસ કરવા માટે કુલ રૂા.૧૯ કરોડથી વધુ રકમના ખર્ચે કોન્ટ્રાકટ આપવા દરખાસ્ત કરાઇ છે.
રાજકોટ શહેરમાં હાલ કુલ ૨૦ મ્યુનિ. કોમ્યુનિટી હોલ કાર્યરત છે આ નવો હોલ બનતા ૨૧ હોલ કાર્યરત થશે. આ હોલમાં બે યુનિટ બનશે જેમા એક એસી અને એક નોન એસી રહેશે. હોલનુ ભાડુ આગામી દિવસોમાં નકકી કરવામાં આવશે.  




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application