આમિરની દિકરી ઇરાએ શેર કરી પ્રી વેડિંગ ફંકશનની તસવીરો, ક્લિક કરી જાણો પ્રી વેડિંગ ફંકશન વિશે

  • December 27, 2023 02:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બોલીવુડના પરફેક્શનિસ્ટ આમિર ખાનના ઘેર શરણાઇ ગૂંજવાની છે. જીહા, આમિરની લાડકવાયી દીકરી ઇરા ખાનના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આવતા મહિને એટલે કે જાન્યુઆરીમાં ઇરા ખાન તેના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે લગ્નના બંધનમાં બંધાશે. આ સાથે જ ઈરા અને નુપુરના પ્રી-વેડિંગ ફંક્શન પણ શરૂ થઈ ગયા છે. હાલ તો આ સ્ટાર કિડે તેના લગ્નના ફંક્શનની ઘણી તસવીરો પણ શેર કરી છે. જે ખૂબ જ વાઇરલ થઇ રહી છે.


આમિર ખાનની પુત્રી ઈરાના લગ્ન પહેલાની વિધિઓ શરૂ થઈ

મંગળવારે, આમિર ખાનની પુત્રી ઇરા અને નુપુર શિખરેના પ્રી-વેડિંગ ફંક્શનની શરૂઆત મહારાષ્ટ્રીયન વિધિથી થઈ હતી. ઈરાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર વિડિયો શેર કર્યો છે. મંગળવારની રાત્રે ઇરાએ તેના મહારાષ્ટ્રીયન કેલવનની તસવીર અને વિડિયો શેર કર્યા હતા. આ ફંકશનમાં વર અને વધુના માતા પિતા એકબીજાના પરિવારને આમંત્રિત કરતા હોય તેમ જોવા મળે છે. મરાઠી લગ્નોત્સવમાં તેને મહત્વની વિધિ માનવામાં આવે છે.


ઈરાએ તેના મિત્રો સાથેની તસવીરો પણ શેર કરી છે. જેમાં તે લાલ રંગની સાડી પહેરેલી જોવા મળી હતી અને તે મેકઅપ વગર સિમ્પલ લુકમાં જોવા મળી હતી. નુપુરે પાયજામા સાથે ગોલ્ડન કલરનો કુર્તો પહેર્યો હતો. ખાસ વાત એ છે કે ઈરા અને નુપુરના પ્રી-વેડિંગ ફંક્શનમાં આમિર ખાનની પૂર્વ પત્ની કિરણ રાવ તેના પુત્ર આઝાદ સાથે પહોંચી હતી.


ઈરા ખાન અને નુપુર શિખરેના લગ્ન ક્યારે થશે?

એક અહેવાલ મુજબ આમિરે તેની પુત્રી ઈરાના લગ્નની તારીખની પુષ્ટિ કરી હતી અને તેના ભાવિ જમાઈની પ્રશંસા કરી હતી. આમિરે કહ્યું હતું કે, ઈરા 3 જાન્યુઆરીએ લગ્ન કરી રહી છે. તેણીએ જે પાત્ર પર પસંદગી કરી છે તે એક ટ્રેનર છે. તેનું નામ નૂપુર છે. તે એક સુંદર છોકરો છે.


જ્યારે ઇરા ડિપ્રેશનનો સામનો કરી રહી હતી ત્યારે નૂપુર તેની સાથે હતો. નૂપુર ખરેખર એવી વ્યક્તિ છે જેણે ઇરા સાથે ઉભા રહીને તેને ભાવનાત્મક રીતે ટેકો આપ્યો છે. મને ખુશી છે કે તેણીએ આવા વ્યક્તિની પસંદગી કરી છે. તેઓ એકસાથે ખૂબ ખુશ છે. તેઓ ખૂબ જ સારી રીતે એકમેક સાથે જોડાયેલા છે. તેઓ ખરેખર એકબીજાની કાળજી રાખે છે.







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application