માડી તારા આગમનના થયા એંધાણ... આજકાલ નવરાત્રી મહોત્સવનું સતત ૧૪માં વર્ષે ધમાકેદાર આયોજન થયું છે,સ્થળ નવું..સ્થાન નમ્બર વન..ના સરતાજ સાથે શહેરની મધ્યમાં વિશાળ ગ્રાઉન્ડમાં અનોખા અંદાજ સાથે ધૂમ મચાવશે આજકાલના ગરબા. તો તૈયાર છો ને રાસરસિયયાઓ ગરબે ઝૂમવા.. આજકાલ આયોજિત નવરાત્રી મહોત્સવમાં બોલીવુડ અને ઢોલીવુડના જાણીતા ગાયકો અને તેમની ટીમ ગરબાની રમઝટ બોલાવશે.
ખેલૈયાઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે તેવા આજકાલ ના ગરબામાં આ વર્ષે અનેક વિવિધ આકર્ષણો સાથે સુપ્રસિદ્ધ ગાયકો અને સાજીંદાઓ મન મૂકીને રાસ રસિયાઓને જુમાવી દેશે. વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ.. શુભમ કરોતું કલ્યાણમ ની પ્રાર્થના સાથે આજકાલ ગરબા કાર્યાલયનો પ્રારભં થતા ની સાથે જ પાસ માટે ખેલૈયાઓનો ઘસારો થઈ રહ્યો છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલૈયાઓને મન ભરીને આજકાલના ગરબા જુમાવી દેશે. બીજા કરતાં કંઈક અનોખી ભાત પાડતું અને આકર્ષણ ઉભું કરતા આ ગરબામાં આ વર્ષે નવા સ્થાન પર જઈ રહ્યા છીએ ત્યારે સંગીતમાં પણ નવું નજરાણું પીરસવા કલાકારો તૈયાર થઈ ગયા છે. રાજકોટ દેશ–વિદેશમાં અનેક ઇવેન્ટસ નું સફળતાપૂર્વક આયોજન કરનાર અને ૩૫ વર્ષથી આ ક્ષેત્રમાં સંકળાયેલા કલાસિક ઇવેન્ટના અતુલભાઇ દોશી અને વિશાલભાઈ દોશી એ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વર્ષે શહેરની મધ્યમાં નવા જ સ્થળ ગરબા નું આયોજન કરવા જઈ રહ્યા છીએ ત્યારે અમે પણ છેલ્લે આવવા માટે કંઈક નવું પીરસવા ની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.નવ દિવસ સુધી અલગ અલગ ઇષ્ટ્રદેવતા જેમ કે ગણપતિજી, શિવ શંકર, દ્રારકાધીશ, મા જગદંબાની ભકિત સંગીત સ્વપે રજૂ કરવામાં આવશે જેમાં દરરોજ લયબદ્ધ ગીતોની પેશકશ કરવામાં આવશે. આજકાલ નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ માં સંગીતકારો અને ગાયકો સુરીલી સરગમ છેડવા તૈયાર થઈ ગયા છે. જેમાં આ વર્ષે બોલીવુડ અને ઢોલીવૂડના ગાયકો ખેલૈયાઓને જલસાથી જુમાવવા તૈયાર છે જેમાં બોલીવુડની જાણીતી સિંગર સોમાલી રોય, સૌરાષ્ટ્ર્રનો ભાતીગળ અવાજ દેવાંશી ચાંગેલા, કાઠીયાવાડી ધરતીનો ધબકાર દિપકરાજ ચાવડા, નિલેશકુમાર આ ઉપરાંત ખેલૈયાઓની લાગણી અને માંગણીને પૂરી કરવા કપિલ કુમાર પણ ધૂમ મચાવવા આવી રહ્યા છે. યારે સંગીતની સુરાવલીઓ છેડસે હસમુખ નિમાવત, હર હંમેશની જેમ બ્રધર્સ બીટના સલીમ જેરીયા અને ઇમરાન જેરિયા, રીધમ બોકસમાં અમિત કાચા, સંગીતની આન, બાન અને શાન એવા ગણેશ નાગડે ગિટાર પર ધૂમ મચાવસે. યારે સૌરાષ્ટ્ર્રનું સુપ્રસિદ્ધ ગણેશ સાઉન્ડના આશિષભાઈ અને રોહિત વડોદરિયા ધમાકેદાર હાઈ વોટ સાઉન્ડ સિસ્ટમ સાથે ખેલૈયાઓને ગરબે ઘૂમવાની જમાવટ થઈ જશે.
અતુલભાઇ અને વિશાલભાઈ જણાવ્યું હતું કે અત્યારે સંગીતના ટ્રેન્ડ બદલાઈ રહ્યા છે પરંતુ આજકાલે હંમેશા પોતાની ગરિમા જાળવી રાખી છે. આજકાલના ગરબામાં પ્રાચીન ગરબા અકબધં અને અર્વાચીનને પ્રાધાન્ય સાથે કલાસિક ઇવેન્ટના ઓર્કેસ્ટ્રાના તાલે રાસ રસીયાઓ ગરબાની રમઝટ બોલાવશે
આજકાલ ગરબાના પાસ બુકિંગ માટે
પહેલા માળે, ધનરજની કોમ્પલેક્ષ, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ. મો. ૯૮૨૪૨ ૪૯૦૯૪ ઉપર સંપર્ક કરવો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech