કહેવાય છે કે જ્યારે આપણે ખૂબ ખુશ હોઈએ છીએ ત્યારે આપણી આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. પરંતુ, એક વ્યક્તિ એટલી ખુશ થઈ ગઈ કે તેનું હૃદય ધડકવાનું બંધ થઈ ગયું. આ ઘટના સિંગાપોરની છે, ત્યાંનાં એક કેસિનોમાં એક વ્યક્તિએ એટલા પૈસા જીત્યા કે તે આનંદ સહન ન કરી શક્યો અને ત્યાં તેને હાર્ટ એટેક આવ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના 22 જૂને સિંગાપોરના મરિના બે સેન્ડ્સ કેસિનોમાં બની હતી.
અહેવાલ મુજબ, તે વ્યક્તિએ 3.2 મિલિયન પાઉન્ડ (એટલે કે અંદાજે 33 કરોડ રૂપિયા)નો જેકપોટ જીતતાની સાથે જ હવામાં કૂદવાનું શરૂ કર્યું. પરંતુ, બીજી જ ક્ષણે તે બેભાન થઈ ગયો અને જમીન પર પડ્યો. આ દરમિયાન કેસિનોમાં હાજર લોકો અને કર્મચારીઓમાં હોબાળો મચી ગયો હતો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં પુરુષની સાથે રહેલી મહિલા જોર જોરથી રડતી અને મદદ માટે વિનંતી કરતી જોઈ શકાય છે.
ઘટના પછી, કેસિનો સ્ટાફ તરત જ એક્શનમાં આવી ગયો અને તે વ્યક્તિને તબીબી સહાય પૂરી પાડવાનો પ્રયાસ કર્યો. વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. વ્યક્તિના મૃત્યુને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ અફવાઓ ઉડાવવામાં આવી હતી, જેને કેસિનોના પ્રવક્તાએ નકારી કાઢી છે. પ્રવક્તાએ કહ્યું કે, આ પ્રકારના અહેવાલોએ વ્યક્તિના પરિવારને કેટલી તકલીફો પહોંચાડી છે તેનો અંદાજ લગાવી શકાય તેમ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech