જામનગર નજીક સપડા ગામમાં રહેતા ખેડુત યુવાનને ફોન પર મારી નાખવાની ધમકી દેવામાં આવી છે. જે અંગે ગામમાં રહેતા એક શખ્સ સામે ફરીયાદ નોંધાઇ છે. થોડા દિવસ પહેલા ફરીયાદીએ એક આગેવાન તરીકે પાઇપલાઇન તુટી ગયેલ હોય જેને રીપેર કરવાનું કહેતા આરોપીએ ઉશ્કેરાઇને કામ ઉપર કેમ આવ્યો તેમ કહીને પંચાયતની ચુંટણી લડીશ તો મારી નાખીશ તેવી ફોન પર દાંટી મારી હતી.
જામનગર તાલુકાના સપડા ગામમાં રહેતા ખેતીકામ કરતા નિલેશસિંહ જેસંગજી કંચવા (ઉ.વ.૪૯) એ ગઇકાલે પંચકોશી-એમાં સપડા ગામમાં જ રહેતા દિલીપસિંહ ગગુભા જાડેજા નામના શખ્સ વિરૂઘ્ધ આઇપીસી કલમ ૫૦૭ મુજબ ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદની વિગત મુજબ નિલેશની ગત તા. ૨-૬-૨૪ના સમય દરમ્યાન સપડા ગ્રામ પંચાયતની પાઇપલાઇન જે તુટી ગઇ હોય આથી ગામના આગેવાન તરીકે પાઇપલાઇન રીપેર કરવાનું કહેતા આરોપી દિલીપસિંહે ફરીયાદીને ફોનમાં તું કેમ મારા કામ ઉપર આવેલ છો, હવે તું ગ્રામ પંચાયતની ચુંટણી લડીશ તો તને જાનથી મારી નાખીશ એવી ફોન મારફતે ધમકી દીધી હતી. જેથી મામલો પોલીસમાં પહોચ્યો હતો, ફરીયાદ આધારે ફરાર થઇ ગયેલા આરોપીની શોધખોળ આદરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application