ભાવનગર જિલ્લા કક્ષાનાં એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટીવલમાં સતત આઠમી વખત પસંદગી પામી અનોખી સિદ્ધિ

  • January 08, 2023 06:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

જીસીઈઆરટી ગાંધીનગર દ્વારા વર્ગખંડ ગુણવત્તામાં અભિવૃદ્ધિ થાય અને શિક્ષકો ને પ્રોત્સાહન મળે તે માટે દર વર્ષે જિલ્લા કક્ષાએ થી શરૂ કરી રાજ્ય કક્ષા સુધી અને પ્રાથમિક થી પ્રશિક્ષણ સંસ્થાઓ સુધીના શિક્ષક મિત્રો માટે એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટીવલ નુ આયોજન થતું હોય છે.


ભાવનગર જિલ્લાની પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળાના શિક્ષક નાથાભાઈ ચાવડા દ્વારા cycle dravig school નામનો નવતર પ્રયોગ પસંદગી પામતાં આ શિક્ષક સતત આઠમી વખત પોતાનું ઇનોવેશન રજૂ કરશે.

   

નવી શિક્ષણ નીતિ અને ભાર વગરનુ ભણતર અને મૂલ્ય શિક્ષણ ઉપર વધુ ઘ્યાન આપી બાળકોનાં સર્વાંગીણ વિકાસ માટે કરેલા નૈતિક પ્રયત્નો દ્વારા ખુબ સારું પરિણામ મળેલ છે. સતત આઠમાં વર્ષે આ શિક્ષકે પોતાનાં નવતર પ્રયોગની  ઇનિંગ શરૂ રાખી છે. સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને અભ્યાસ માટે સાનુકૂળ વાતાવરણ નિર્માણ થાય તે હેતુ માટે રજા નાં દિવસોમાં પણ બાળ આનંદની પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. 


ધોરણ એક થી આઠ સુધી નાં બાળકો આખો મહિનો શાળામાં આવે અને એક પણ ગેર હાજરી નાં રાખે તેવા બાળકો ને રવિવારના દિવસે સાઇકલ ચલાવવા મળે. સાથો સાથ ટ્રાફિક નાં નિયમોની પણ સમજ આપવામાં આવે છે. આમ આ નવતર પ્રયોગના માધ્યમથી શાળાનાં તમામ બાળકોમાં દસ થી વધુ પ્રકારનાં બદલાવ આવે છે. અને શાળાકીય વાતાવરણમાં એક નવાચાર જોવા મળે છે. સતત આઠ વર્ષ નો અનુભવ અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં પ્રાધ્યાપકો નાં માર્ગદર્શન થી નાથાભાઈ એન ચાવડા ને રાજ્ય કક્ષાએ પણ પોતાનાં નવતર પ્રયોગ વિદ્યા ક્લિનિક ની પસંદગી થયેલી. 


આમ આ શિક્ષક દ્વારા બાળકો  માટે કંઇક નવું અને આનંદ પ્રિય સંશોધન કરવાનો પોતાનો શોખ સમય દાન દ્વારા પૂર્ણ કરેછે. પોતાની શાળા અને બાળકો નાં સર્વાંગીણ વિકાસ માટે સતત અને સતત મથતાં આ શિક્ષક આવનારા સમયમાં દાતા નાં સહયોગથી વિદ્યાર્થીઓ માટે તાલીમ કેન્દ્રો પણ પ્રસ્થાપિત કરશે. આમ ઘસાઈને ઉજળા થઈએ નો આ શિક્ષકનો અભિગમ ઉમદા છે. 


આવા ઉમદા અભિગમો દ્વારા સરકારી શાળાઓ માં બાલકો અભ્યાસ કરવાનું વધુ પસંદ કરે છે.અને રાજ્ય સરકાર દ્વારા યોજાતા એજ્યુકેશન ઈનોવેશન ફેર ખરે ખર કંઇક સારુ કરતાં શિક્ષકો માટે આશીર્વાદ રૂપ સાબિત થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application