ભાવનગરમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

  • June 07, 2023 12:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, નામદાર હાઈકોર્ટ, અમદાવાદના નિર્દેશાનુસાર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગરના ચેરમેન અને મુખ્ય ન્યાયાધીશશ્રી એલ.એસ.પીરઝાદાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ભાવનગર શહેર તેમજ તાલુકા ખાતે ૫મી જુન, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષારોપણના કાર્યક્રમ યોજાયલ હતો. જેમાં જિલ્લા જેલ, ભાવનગર ખાતે જેલ સુપ્રિટેન્ડન્ટ શ્રી જે.આર.તરાલ સહયોગથી વૃક્ષા રોપણ કરવામાં આવેલ જેમાં જિલ્લા કાનૂની સત્તા મંડળ, ભાવનગરના સચીવશ્રી એસ.એન.ઘાસુરા હાજર રહ્યા હતા.


આ ઉપરાંત મહિલા મંડળ, વિધાનગર, ભાવનગર તથા મહિલા બાગ, ભાવનગર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં સચિવ એસ.એન.ઘાસુરા ફુલટાઈમ સેક્રેટરી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા મહિલા મંડળ, ભાવનગરના જિલ્લા સંચાલક અરૂણા ડી. ચૌહાણ તથા સખી વન સ્ટોપ ભાવનગરના સ્ટાફ બહેનો દવારા વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું.


આમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા ભાવનગર જિલ્લા ખાતેની તમામ તાલુકા કાનૂની સેવા સમિતિ દવારા જુદી જુદી જગ્યાએ વૃક્ષારોપણના કાર્યક્રમ કરવામાં આવેલ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application