હાઈટેક સિક્યોરીટી તોડી પેલેસ્ટાઇની સમર્થક પીચ પર વિરાટ સુધી પહોચ્યો, કોહલી સહિત લાખો દર્શકો બન્યા દંગ

  • November 19, 2023 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપના ફાઈનલ મેચને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ છે, પણ ભારતના 3 દમદાર ખેલાડીઓ પેવેલિયન પરત ફરતા ફેન્સમાં નિરાશા વ્યાપી છે. આ બધા વચ્ચે એક ચોકાવનારી ઘટના બની છે,  મેચ દરમિયાન એક અજાણ્યો શખ્સ મેદાનમાં વિરાટ કોહલી સુધી પહોચી ગયો હતો.
​​​​​​​

સુરક્ષામાં આ મોટી ચૂક છે, કેમ કે આટલી હાઈટેક સિક્યોરીટી તોડી એક યુવક મેદાનમાં ઘૂસી પીચ સુધી પહોચ્યો એ જોઈ સૌ કોઈ દંગ રહી ગયા છે. આ શખ્સ પેલેસ્ટાઇની સમર્થક છે. તેના ટી શર્ટ પર થી આ જોવા મળી રહ્યું છે, હાથમાં કૈક ધ્વજ જેવું લઇ આ યુવક ગ્રાઉન્ડમાં ઘુસ્યો હતો. જો કે થોડી જ વારમાં સિક્યોરીટી દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. 

ટીમ ઇન્ડિયાની પહેલી વિકેટ શુભમન ગીલના રૂપમાં પડી, ગીલ માત્ર 7 રન બનાવી શક્યો છે. શુભમન એડમ ઝમ્પાના બોલનો શિકાર બન્યો અને મિશેલ સ્ટાર્કે તેને કેચ આઉટ કર્યો. જે બાદ તેના સ્થાને બેટિંગ કરવા કિંગ કોહલી મેદાન પર આવ્યો પણ થોડી જ વારમાં બીજી વિકેટ રોહિત શર્માના રૂપમાં પડી. આ બાદ શ્રેયશ અઈયારે પણ પોતાની વિકેટ ગુમાવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application