મહિલા હોકી ટીમની દમદાર પ્લેયરને મળી ઘર ખાલી કરવાની નોટિસ 

  • February 20, 2024 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સરકારી જમીન પર બનેલ ખેલાડીનું ઘર રસ્તો પહોળો કરવા માટે તોડી પડાશે ; એશિયા કપમાં ભારતને ગોલ્ડ મેડલ જીતાડવામાં જ્યોતિની મહત્વની ભૂમિકા


ભારતીય મહિલા હોકી ટીમે છેલ્લા કેટલાક દિવસોમાં એફઆઈએચ પ્રો લીગ મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયાએ પહેલા ઓસ્ટ્રેલિયા સામે અને પછી અમેરિકા સામે જીત મેળવી છે. આ દરમિયાન ટીમના ઘણા ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ જે એક નામની ખૂબ ચર્ચા થઈ રહી છે તે છે ફોરવર્ડ જ્યોતિ છેત્રી.


૨૦ વર્ષની જ્યોતિએ ૧૮ ફેબ્રુઆરીએ યુએસએ સામેની મેચમાં પોતાના પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા હતા. ખાસ વાત એ હતી કે ભુવનેશ્વરના રાઉરકેલાનું સ્ટેડિયમ જ્યાં આ મેચ રમાઈ રહી હતી તે તેના ઘરથી માત્ર ૨ કિલોમીટર દૂર હતું. એ જ ઘર જેના પર ગમે ત્યારે સરકારી બુલડોઝર ફરી શકે છે. અહેવાલ મુજબ, જ્યોતિના પરિવારને સ્થાનિક અધિકારીઓ દ્વારા ઘર ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. આ ઘરમાં જ્યોતિની સાથે તેના માતા-પિતા અને એક ભાઈ રહે છે. પરંતુ સરકારી જમીન પર આશરે ૨૦ વર્ષ પહેલા બનેલ આ મકાન રોડ પહોળા કરવા માટે તોડી પાડવામાં આવશે.


જ્યોતિ વેલેન્સિયામાં રમાયેલી પાંચ દેશોની ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનો ભાગ હતી. આ પહેલા તે જુનિયર ટીમનો મહત્વનો ભાગ રહી ચુકી છે. તેણે વિમેન્સ જુનિયર એશિયા કપમાં ભારતને ગોલ્ડ મેડલ જીતાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application