રેસ્ટોરન્ટ કે ઢાબાનું ફૂડ દરેક વ્યક્તિને ગમે છે. જ્યારે ઘરમાં ખાવાનું મન થતું નથી ત્યારે બહારથી ખાવાનું મંગાવવામાં આવે છે. ઘણીવાર આ ફૂડ તમને 30 મિનિટમાં તૈયાર કરીને પીરસવામાં આવે છે. પરંતુ જો આ જ શાક ઘરે તૈયાર કરવામાં આવે તો તેને તૈયાર કરવામાં કલાકો લાગે છે. ભોજન રેસ્ટોરન્ટમાંથી ઝડપથી આવે છે કારણ કે ત્યાં શાક બનાવવા માટેની ગ્રેવી પહેલેથી જ તૈયાર હોય છે અને તેઓ તેને અલગ અલગ રીતે પકવે છે અને તેને ગાર્નિશ કરી આપણને સર્વ કરે છે. જો તમે પણ ઘરે રેસ્ટોરન્ટની ગ્રેવી બનાવવા માંગો છો, તો જુઓ કેવી રીતે બનાવવી-
રેસ્ટોરન્ટ જેવી ગ્રેવી બનાવવા માટે તમારે જરૂર પડશે-
4 મોટી ડુંગળી
1 ટેબલસ્પૂન કોથમીર
અડધી ચમચી લાલ મરચું પાવડર
અડધી ચમચી હળદર પાવડર
અડધી ચમચી ગરમ મસાલા પાવડર
અડધી ચમચી જીરું પાવડર
થોડા કાજુ, તજ, તમાલપત્ર, એલચી અને લવિંગ
ગ્રેવી બનાવવા માટે સૌપ્રથમ ડુંગળીને છોલીને સારી રીતે સમારી લો. આ સાથે ટામેટાંને પણ ધોઈને કાપી લો. હવે એક પેનમાં થોડું તેલ ગરમ કરો અને પછી તેમાં ડુંગળી ઉમેરો. તેને શેલો ફ્રાય કરો. પછી તેમાં ધાણાજીરું અને કાજુ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. પછી તેમાં ટામેટાં ઉમેરો. ટામેટાં નાખ્યા પછી તેમાં મીઠું નાખીને 1-2 મિનિટ સુધી ચડવા દો. પછી તેમાં લીલું મરચું અને આદુ નાખો. હવે તેમાં તેની દાંડી સાથે લીલા ધાણા ઉમેરો. સારી રીતે મિક્સ કરો અને પછી સ્ટવ બંધ કરો અને તેને ઠંડુ થવા દો. જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેને પીસી લો. હવે પેનમાં ફરીથી તેલ ગરમ કરો અને તેમાં 2 તજ, 2-3 તમાલપત્ર, 5-6 લીલી એલચી અને 7-8 લવિંગ ઉમેરો. પછી તેમાં બધા મસાલા અને થોડું પાણી ઉમેરો. મસાલાને પકાવો અને પછી તેમાં બ્લેન્ડ કરેલી ગ્રેવી ઉમેરો. સારી રીતે રાંધ્યા પછી, આગ બંધ કરો અને તે સંપૂર્ણપણે ઠંડુ થાય પછી તેને સ્ટોર કરો. હવે તમે આ ગ્રેવીમાં પનીર, બટેટા અને અન્ય વસ્તુઓ ઉમેરીને સ્વાદિષ્ટ શાક બનાવી શકો છો. સારા સ્વાદ માટે, વેજીટેબલ મસાલાનો ઉપયોગ કરો, જેમ કે જો તમે શાહી પનીર બનાવતા હોવ તો ગ્રેવીમાં પનીર ઉમેરવાની સાથે થોડો શાહી પનીર મસાલો પણ ઉમેરો. તેનાથી સ્વાદ એકદમ હોટેલ જેવો જ આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech