મોરબીના પીપળી રોડ ઉપર શિવ કિરાણા સ્ટોરમાંથી નશીલા સિરપનો જથ્થો ઝડપાયો

  • December 01, 2023 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી તાલુકાના પીપળી રોડ પર ઓમ કોમ્પ્લેક્ષમાં આવેલ શિવ કિરાણા સ્ટોર માંથી ગેરકાયદેસર નશીલા આર્યુવેદિક શીરપનો જથ્થો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.પોલીસ સ્ટેશન નાઓની સુચના અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઇ. તથા પોલીસ હેડ કોન્સ્ટેબલને મળેલ ખાનગી બાતમીના આધારે મોરબી તાલુકાના પીપળી રોડ પર ઓમ કોમ્પ્લેક્ષમાં આવેલ શિવ કિરાણા સ્ટોર માંથી ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર નશીલી આર્યુવેદીક શીરપની ફૂલ બોટલ નંગ-૮૦ કિં.રૂ.૧૨,૦૦૦નો મુદામાલ આરોપી મહેશભાઇ દાનજીભાઇ ચૌહાણ ઉ.વ.૩૭ રહે-ભડીયાદ કાંટે, જવાહાર સોસાયટી, ભડીયાદ, તા.જી.મોરબી. વાળા પાસેથી કબ્જે કરી શંકાસ્પદ ચીજવસ્તુ તરીકે સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application