યુપીનું અનોખુ ગામ, જ્યાં દાયકાઓથી T.V. પર લગાવાયો છે પ્રતિબંધ !

  • February 29, 2024 05:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આપણો દેશ ભારત આજે ચંદ્ર પર પહોંચી ગયો છે અને સતત પ્રગતિ તરફ આગળ વધી રહ્યો છે. પરંતુ યુપીના અમેઠી જિલ્લામાં એક એવું ગામ છે, જ્યાં એક પણ ટેલિવિઝન નથી. આ ગામમાં વર્ષો જૂની એક અજીબોગરીબ પરંપરા આજે પણ ચાલી રહી છે, જેને ગામના દરેક સભ્ય અનુસરે છે. ગામમાં તમામ પ્રાથમિક સુવિધાઓ છે, પરંતુ ગામમાં જો કોઈ વસ્તુની કમી હોય તો તે છે ટી.વી. ખાસ વાત એ છે કે ટેલિવિઝન ન રાખવાની પરંપરા આજથી નહીં પરંતુ ઘણા વર્ષોથી ચાલી રહી છે.


આ ગામનું નામ છે અંતા, જ્યાં હજારો ઘરોની વસ્તી છે. આ ગામમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી કોઈને ટીવી જોવામાં રસ નથી. ગામના લોકો ફરવાના શોખીન છે. તમામ ઘરોમાં ફ્રિજ, એર કંડિશનર, કુલર, પંખો, ગીઝર, સ્ટોવ અને તમામ પ્રાથમિક સુવિધાઓ છે. આ ગામમાં ૫૦૦૦ થી વધુ લોકો હાઇફાઇ અને સામાન્ય મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. ગામમાં આજે પણ સેંકડો વર્ષ જૂની પરંપરા પ્રસ્થાપિત છે. ગામના લોકો દરેક વસ્તુનો ઉપયોગ કરે છે, પરંતુ આજ સુધી આ ગામના એકપણ ઘરમાં ટીવીનો ઉપયોગ થયો નથી.


ગામમાં ટીવી ન રાખવાની પરંપરા માત્ર આટલા સુધી જ સીમિત નથી પરંતુ આ ગામમાં લગ્નમાં ટીવીની ભેટ આપવામાં આવતી નથી અને લેવામાં આવતી નથી. ખાસ વાત એ છે કે ગામના ઘણા લોકો વિદેશમાં રહીને સારી કમાણી કરી રહ્યા છે. પરંતુ આજે પણ પૈતૃક પરંપરાને અનુસરીને લોકોએ ગામની અંદર ટીવી પર પ્રતિબંધ લગાવી દીધો છે.


ગામના સલમાન ખાનનું કહેવું છે કે ટીવી રાખવું સારી વાત નથી. અમારો ઇસ્લામ ટીવી રાખવાની પરવાનગી આપતો નથી. તેમણે કહ્યું કે જ્યારે અમારે સમાચાર જોવાના હોય કે કોઈ માહિતી મેળવવાની હોય ત્યારે મોબાઈલનો સહારો લઈએ છીએ અથવા અખબારમાં સમાચાર વાંચીએ છીએ. પરંતુ અમારા માંથી કોઈ ટીવીનો ઉપયોગ કરતું નથી. તેમણે કહ્યું કે અમે બધા આજથી નહીં પરંતુ વર્ષોથી ટીવીનો ઉપયોગ નથી કરતા અને ભવિષ્યમાં પણ ક્યારેય ટીવીનો ઉપયોગ કરીશું નહીં.


ગામના મૌલવી મોહમ્મદ મોબીન કહે છે કે અમે બધા વર્ષોથી ટીવીનો ઉપયોગ કરતા નથી. આજે અહીં કોઈ નવી પરંપરા નથી, પરંતુ વર્ષો જૂની પરંપરા છે.  ઇસ્લામ અમુક ક્રિયાઓની મંજૂરી આપતો નથી. અમે ફક્ત તે જ કામ કરીએ છીએ જેની ઇસ્લામ  પરવાનગી આપે છે. અમે એવા કાર્યો કરતા નથી જેની અમારા ઇસ્લામમાં મંજૂરી નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application