નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ આજે ગુજરાત વિધાનસભામાં રાજ્યનું ૩ લાખ ૩૨ હજાર ૪૬૫ કરોડનું રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. સરકારે લોકોને રાહત આપતા કોઇ નવા કરવેરા લગાવ્યા નહોતા. જૂના કરવેરાને યથાવત રાખવામાં આવ્યા છે. જેમાં અનેક પ્રજાલક્ષી જાહેરાતો કરવામાં આવી છે. ગુજરાત વિદેશી પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે ત્યારે બજેટમાં પ્રવાસન વિભાગના વિકાસ માટે ૨૦૯૮ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
રાજ્યના યાત્રધામોને વિકસાવવા બજેટમાં કરાયું માસ્ટરપ્લાનિંગ
યાત્રધામ પાવાગઢ યાત્રાધામના સર્વાંગી વિકાસ અર્થે કુલ ૧ર૧ કરોડના ખર્ચે પ્રથમ બે તબકકાની કામગીરી પૂર્ણ થઇ ચુકી છે અને ત્રીજા અને ચોથા તબકકામાં કુલ ર૩૮ કરોડના ખર્ચે માંચી ચોક, ચાંપાનેર અને વડા તળાવ ખાતે યાત્રાળુલક્ષી સુવિધાઓની કામગીરીનું આયોજન કરાયું છે. અંબાજી યાત્રાધામ ખાતે માસ્ટરપ્લાનિંગ અંતર્ગત વિવિધ કામોનું કુલ ૧૧૭ કરોડના ખર્ચે આયોજન છે તો શ્રી બહુચરાજી શક્તિપીઠના વિકાસ માટે `૭૧ કરોડના ખર્ચે મંદિરનું પુન:નિર્માણ તેમજ યાત્રાધામનો સર્વગ્રાહી વિકાસ કરવા માટે આયોજન કરાયું છે. ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં અગત્યતા ધરાવતાં પ્રસિધ્ધ ધાર્મિક સ્થળો ખાતે યાત્રાળુલક્ષી સુવિધા ઉપલબ્ધ કરાવવા ૪૬ કરોડના ખર્ચે વિકાસ કામોનું આયોજન થશે. વિવિધ ધાર્મિક સંપ્રદાયો સાથે સંકળાયેલા તેમજ સ્થાનિક રીતે ખુબ જ અગત્યતા ધરાવતા યાત્રાધામોના વિકાસ માટે ૭૯ કરોડની જોગવાઈ કરાઈ છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે બનશે દેશી રજવાડાઓનું સંગ્રહાલય
રાજ્યના પ્રખ્યાત એવા પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ અને આંતરમાળખાકીય સુવિધાઓની વૃદ્ધિ માટે `૧૫૦ કરોડની જોગવાઈ કરાઈ છે. એકતાનગર ખાતે હોસ્પિટાલિટી ડિસ્ટ્રીક્ટ વિકાસના પ્રોજેક્ટ માટે ૩૦૦ કરોડની જોગવાઈ. સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર એકતા નગરના પ્રોજેક્ટ માટે ૨૫ કરોડની ફાળવણી કરાઈ છે. એકતાનગર ખાતે ગુજરાત વંદના તેમજ દેશી રજવાડાઓનું સંગ્રહાલય બનાવવાની સાથોસાથ વીર બાલક ઉદ્યાન બનાવવાનું પણ આયોજન કરાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅકસ્માતગ્રસ્તોની મદદ માટે ૧૦૮ બોલાવી મદદરૂપ બનતા આરટીઓ–રોડ સેફટીના અધિકારીઓ
January 23, 2025 03:15 PMવિધાનસભાના બજેટ સત્રમાં નિયમ ૪૪ હેઠળ સરકાર જંત્રી દરમાં ઘટાડો કરે તેવા સંકેત
January 23, 2025 03:11 PMગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં દીકરીઓના નામાંકન દરમાં ૩૩ ટકાનો વધારો નોંધાયો
January 23, 2025 03:09 PM9 અબજ ડોલરથી 57 અબજ ડોલર સુધી, 10 વર્ષમાં ગુજરાતના FDI ઇક્વિટી ઇન્ફ્લોમાં 500 ટકાથી વધુનો વધારો
January 23, 2025 03:07 PMઅનોખી કામીગીરી: દારૂ નહીં સાયલેન્સર પર રોડ રોલર ફેરવાયું
January 23, 2025 03:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech