શ્રીમંત લોકો માટે શોખ મોટી વસ્તુ ગણાય છે. તેનું લેટેસ્ટ ઉદાહરણ દુબઈમાં જોવા મળ્યું. અહીં 'ધ મોસ્ટ નોબલ નંબર્સ'ની ચેરિટી ઓક્શનમાં એક અનોખા નંબર માટે ચોંકાવનારી બોલી મળી હતી. આ યુનિક નંબરમાં સાત વખત '7' છે. આ ફેન્સી નંબર 058-7777777 છે. અહેવાલ અનુસાર, આ નંબર માટે આકરી બોલી લગાવવામાં આવી હતી અને તે એઇડી 3,200,000 (લગભગ રૂ. 7.25 કરોડ)માં વેચાયો હતો.
અહેવાલો અનુસાર, યુએઈના વડા પ્રધાન અને દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમ દ્વારા શરૂ કરાયેલ ડીએચ ૧ બિલિયન મધર્સ એન્ડોર્સમેન્ટ ઝુંબેશને સમર્થન આપવા માટે કુલ 10 ફેન્સી કાર નંબર પ્લેટ અને 21 વિશિષ્ટ મોબાઇલ નંબરોની હરાજી કરવામાં આવી હતી. જેમાં 7 સિરીઝના ખાસ નંબર પર બિડર્સ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી.
અહેવાલ અનુસાર, આ યુનિક નંબર માટે બિડિંગ એઇડી 100,000 (લગભગ રૂ. 22 લાખ)થી શરૂ થઈ અને ગણતરીની મિનિટોમાં જ હાઇ સ્કોર પોતાને નામ કર્યો. એ જ રીતે, નંબર 7 સહિત અન્ય નંબરો માટે પણ બિડર્સ વચ્ચે મજબૂત સ્પર્ધા થઇ છે. અન્ય નંબર 054-5555555 પણ હરાજીમાં એઇડી 2.875 મિલિયનની ભારે કિંમતે ખરીદવામાં આવ્યો હતો.
આ હરાજીમાં એઇડી 38.095 મિલિયન (અંદાજે રૂ. 86 કરોડ) કરતાં વધુની કુલ રકમ એકત્ર કરવામાં આવી હતી. આમાં, કારની નંબર પ્લેટનું વેચાણ એઇડી 29 મિલિયન (લગભગ 65 કરોડ રૂપિયા) હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech