દારૂબંધીના લીરેલીરા : રાજકોટમાં મહિલા અન્ડરબ્રિજ નજીક ટુ વ્હીલર પર સવાર શખ્સે હાથમાં દારૂનો ગ્લાસ લઈ બનાવ્યો વીડિયો

  • March 03, 2023 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે દારૂ પીતા અને વેંચાણ કરતા અનેક વિડિયો રોજબરોજ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે વધુ એક વિડિયો રાજકોટ શહેરનો સામે આવ્યો છે. જ્યાં એક શખ્સ ટુ વ્હીલર પર સવાર થઈ હાથમાં દારૂનો ગ્લાસ લઈ વિડિયો બનાવ્યો હતો. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.


જાણવા મળતી વિગત અનુસાર, વીડિયોમાં દેખાતા આ શખ્સનું નામ કરણ બોરીચા છે. રાજકોટનો આ વિડિયો શહેરના મહિલા કોલેજ અન્ડર બ્રિજ નજીકનો છે. જ્યાં આ કરણ નામનો આ યુવક હાથમાં દારૂનો ગ્લાસ લઈ દારૂ ઢીંચીને ટુ વ્હીલર ચલાવી રહ્યો છે. આ વિડિયો ક્યારનો છે તે હજુ જાણવા મળ્યું નથી. 
​​​​​​​

ઉલ્લેખનીય છે કે, રોજબરોજ દારૂબંધીના લીરેલીરા ઉડતા વિડિયો સામે આવી રહ્યા છે. રાજકોટમાં સામાજિક તત્વો સામે પોલીસ ઝુંબેશ ચલાવી રહી છે, ચેકીંગ કરી રહી છે તેમ છતાં તેનું પરિણામ શૂન્ય જ આવી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application