દાદાજીના પેટમાંથી નીકળી 16 ઇંચ લાંબી દૂધી, ડોક્ટર પણ થઈ ગયા સ્તબ્ધ

  • July 26, 2024 10:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્યપ્રદેશના છતરપુર જિલ્લા હોસ્પિટલમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક દર્દીના ગુદામાર્ગમાંથી 16 ઈંચની દૂધી ઓપરેશન દ્વારા કાઢી નાખવામાં આવી હતી. આવો અનોખો કિસ્સો જોઈને ડોક્ટરોની ટીમ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ છે. વાસ્તવમાં, 60 વર્ષીય ખેડૂત પેટમાં તીવ્ર દુખાવાની ફરિયાદ સાથે ડૉક્ટરો પાસે પહોંચ્યા હતા. ડૉક્ટરોએ અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું, જેમાં ખબર પડી કે આખી દૂધી દર્દીના પેટ તથા ગુદા માર્ગમાં હતી અને તેના કારણે અંદરની નસો ફાટી ગઈ હતી. જો કે, તે સ્પષ્ટ નથી થયું કે આખી દૂધી તેમના શરીરમાં પહોંચી કેવી રીતે. ઉપરાંત, દર્દીને પણ આ મામલે કોઈ જાણ નથી.



તેમની હાલત બગડતી જોઈને તબીબોએ ઉતાવળે દર્દીનું ઓપરેશન કર્યું અને બે કલાકની જટિલ સર્જરી બાદ લગભગ દૂધી શરીર માંથી બહાર કઢાઈ. પછી થોડા સમય બાદ પીડિત દર્દીએ રાહતનો શ્વાસ લીધો. ઓપરેશન કરનાર ટીમમાં ડૉ.મનોજ ચૌધરી, ડૉ.નંદકિશોર જાટવ, ડૉ.આશિષ શુક્લા અને ડૉ.સંજય મૌર્યનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસ બાદ તેણે સર્જરી કરી હતી. પ્રક્રિયા પછી, ડૉક્ટરોએ જાહેરાત કરી કે વ્યક્તિ ખતરાની બહાર છે અને તેની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે.


જિલ્લા હોસ્પિટલના ડૉક્ટર નંદકિશોર જાટવે જણાવ્યું હતું કે દર્દી કેસ સ્ટડીમાં તે નથી કહેતો કે તેના શરીરમાં આ દૂધી કેવી રીતે પ્રવેશી. માનસિક દર્દીઓ આ પ્રકારનું કામ કરે છે. પરંતુ હજુ પણ ડોકટરો એ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે દૂધી અંદર કેવી રીતે ગઈ ?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News