મહિલાના પેટમાંથી નીકળી 10 કિલોની ગાંઠ, લોકો પણ આશ્ચર્યચકિત

  • May 23, 2023 11:46 AM 

જસદણ તાલુકાના આટકોટ ગામમાં એક મહિલાને પેટમાં અસહ્ય પીડા થતી હતી. છેલ્લા છ મહિના થયા સતત આ યુવતી પીડા ભોગવી રહી હતી.આ 26 વર્ષીય યુવતીએ પોતાને થતી પીડા માટે હોસ્પિલમાંથી દવાઓ લઈ પ્રાથમિક સારવાર કરાવી હતી.. જો કે આમ છતાં દર્દ માંથી કોઈ રાહત ન મળતા આ યુવતી આટકોટ ખાતે આવેલ કે.ડી. પરવાડીયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં સારવાર કરાવવા પોહચી હતી..અહીંયા ડોક્ટરો દ્વારા અલગ અલગ તપાસ કરવામાં આવી હતી જે બાદ હોસ્પિટલ ના ડોક્ટરોને ખ્યાલ આવ્યો હતો કે મહિલાના પેટમાં ગાંઠ છે. ગાંઠ માટે સર્જરી કરાવવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. ડોક્ટરોના મતે આ સર્જરી ખૂબ જ જટિલ હોવાનું ડોક્ટરો એ યુવતીના પરિવારજનોને જણાવ્યું હતું.. આ યુવતી ની પરિસ્થિતિ સતત બગડી રહી હતી જેથી પરિવારજનો પણ સતત ચિંતિત થઈ રહ્યા હતા જોકે બાદમાં આ યુવતીના પરિવારજનો એ આટકોટમાં આવેલી કેડી પરોડીયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં યુવતીની સર્જરી કરાવવાનું નક્કી કર્યું. અહીંયા ખાસ ડોક્ટરની ટીમ દ્વારા આ મહિલાનો પેટની સર્જરી કરવામાં આવી આ સર્જરી દરમિયાન મહિલાના પેટમાંથી મોટી ગાંઠ નીકળી જેને ગાંઠની સાઈઝ જોઈને ડોક્ટરો પણ ક્ષણભર માટે વિચારતા રહી ગયા હતા ત્યારે આટલી મોટી ગાંઠ નું વજન પણ કરવામાં આવ્યું હતું જેમાં વજન કાંટામાં આ ગાંઠ દસ કિલો છ સો નવ ગ્રામની હોવાનું સામે આવ્યું હતું... ત્યારે આ મહિલાને છેલ્લા છ મહિના થયા થઈ રહેલી સતત પીડા નું કારણ પણ આટલી મોટી ગાંઠ હોવાનું ડોક્ટરોની સામે આવ્યું હતું ત્યારે ડોક્ટરોએ વધુ સારવાર આપી મહિલાને દર્દમાંથી મુક્તિ અપાવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application