૨૦૦ બિલિયન ડોલરની સંપત્તિ સાથે ઝકરબર્ગ વિશ્ર્વના ત્રીજા સૌથી ધનિક

  • September 26, 2024 12:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મેટાના સહ–સ્થાપક અને સીઈઓ માર્ક ઝકરબર્ગ ૨૦૦ બિલિયન ડોલરની નેટવર્થ સાથે સૌથી ધનિક અબજોપતિઓની કલબમાં સામેલ થઈ ગયા છે. ટેસ્લાના ચીફ ઈલોન મસ્ક અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ આ કલબમાં પહેલાથી જ સામેલ છે.
બ્લૂમબર્ગના બિલિયોનેર ઈન્ડેકસ દ્રારા બહાર પાડવામાં આવેલા અબજોપતિઓના તાજેતરના ડેટા અનુસાર, ઈલોન મસ્ક ૨૬૮ બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યકિત છે. જેફ બેઝોસ ૨૧૬ બિલિયન ડોલરની સંપત્તિ સાથે વિશ્વના બીજા સૌથી ધનિક વ્યકિત છે. ત્રીજા સ્થાને માર્ક ઝકરબર્ગ છે જેમની પાસે ૨૦૦ બિલિયન ડોલરની સંપત્તિ છે અને તે પ્રથમ વખત ૨૦૦ બિલિયન ડોલરની સંપત્તિના કલબમાં સામેલ થયો છે. માર્ક ઝકરબર્ગની સંપત્તિમાં આ વર્ષે સૌથી વધુ ૭૧ બિલિયન ડોલરનો ઉછાળો જોવા મળ્યો છે. યારે જેફ બેઝોસની સંપત્તિમાં ૩૯.૩ બિલિયન ડોલરનો ઉછાળો જોવા મળ્યો છે અને ઈલોન મસ્કની સંપત્તિમાં ૩૮.૯ બિલિયન ડોલરનો ઉછાળો જોવા મળ્યો છે. લૂઈસ વીટનના ચેરમેન બર્નાર્ડ આર્નેાલ્ટ ૨૦૦ બિલિયન ડોલરની સંપત્તિ કલબમાં જોડાવાથી થોડાક જ પગલાં દૂર છે. બર્નાર્ડ આર્નેાલ્ટ પાસે ૧૮૩ બિલિયન ડોલરની સંપત્તિ છે. ડેટાબેઝ કંપની ઓરેકલના લેરી એલિસન પણ ૨૦૦ બિલિયન ડોલર નેટવર્થની કલબછી થોડે દૂર છે અને તેમની પાસે ૧૮૯ બિલિયન ડોલરની સંપત્તિ છે. આ વર્ષે બર્નાર્ડ આર્નેાલ્ટની સંપત્તિમાં ૨૪.૨ બિલિય ડોલરનો ઘટાડો થયો છે, યારે લેરી એલિસનની સંપત્તિમાં ૫૫.૬ બિલિયન ડોલરનો વધારો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેકસ અનુસાર, ભારતના સૌથી ધનિક ઉધોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પાસે ૧૧૩ બિલિયન ડોલરની સંપત્તિ છે. યારે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પાસે ૧૦૫ બિલિયન ડોલરની સંપત્તિ છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં આ વર્ષે ૧૬.૭ અબજ ડોલર અને ગૌતમ અદાણીની સંપત્તિમાં ૨૦.૯ અબજ ડોલરનો વધારો થયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application