યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીએ કહ્યું કે તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ સાથે ખનિજ અને સુરક્ષા કરાર પર હસ્તાક્ષર કરવા તૈયાર છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મજબૂત નેતૃત્વ હેઠળ કામ કરવા તૈયાર છે. શુક્રવારે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથેની તેમની મુલાકાત નિરાશાજનક રહી હોવાનું ઝેલેન્સકીએ સ્વીકાર્યું, તેમણે યુક્રેનમાં શાંતિ પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી અને યુક્રેનને જેવેલિન મિસાઇલો પહોંચાડવા બદલ ટ્રમ્પનો આભાર માન્યો. તેમણે કહ્યું, હવે યોગ્ય સમય છે, અમે વસ્તુઓ સુધારવા માટે તૈયાર છીએ.
ઝેલેન્સકીએ એક્સ પર પોસ્ટ કર્યું કે યુક્રેન આ કરાર પર હસ્તાક્ષર કરવા માટે તૈયાર છે અને ઓવલ ઓફિસની બેઠક બાદની ઘટનાને ખેદજનક ગણાવી. ઝેલેન્સકીએ તેમની પોસ્ટમાં કહ્યું. યુક્રેન કાયમી શાંતિ નજીક લાવવા માટે શક્ય તેટલી વહેલી તકે વાટાઘાટો માટે તૈયાર છે.
ટ્રમ્પે પણ તેમના સલાહકારોને કહ્યું હતું કે તેઓ કોંગ્રેસ સંબોધનમાં કરારની જાહેરાત કરવા માંગે છે, ત્રણ સૂત્રોએ જણાવ્યું હતું કે, તેમણે ચેતવણી આપી હતી કે આ કરાર પર હજુ હસ્તાક્ષર થવાના બાકી છે અને પરિસ્થિતિ બદલાઈ શકે છે. જોકે ખનિજ સોદા વિશે પૂછવામાં આવતા, યુ.એસ. ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેંટે જણાવ્યું હતું કે, કોઈ હસ્તાક્ષર કરવાની યોજના નથી.કિવમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વહીવટીતંત્ર અને વોશિંગ્ટનમાં યુક્રેનિયન દૂતાવાસે ટિપ્પણી માટેની વિનંતીઓનો જવાબ આપ્યો ન હતો.ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચેની વિવાદાસ્પદ ઓવલ ઓફિસ બેઠક બાદ આ સોદો મુલતવી રાખવામાં આવ્યો હતો, જેના પરિણામે યુક્રેનિયન નેતા વ્હાઇટ હાઉસ છોડીને ઝડપથી નીકળી ગયા હતા.
અમે યુદ્ધનો અંત લાવવા માટે ઝડપથી કામ કરવા તૈયાર: ઝેલેન્સકી
એક નિવેદનમાં, ઝેલેન્સકીએ કહ્યું, હું યુક્રેનમાં શાંતિ પ્રત્યેની મારી પ્રતિબદ્ધતા ફરી વ્યક્ત કરવા માંગુ છું. અમારામાંથી કોઈ પણ અનંત યુદ્ધ ઇચ્છતું નથી. યુક્રેન સ્થાયી શાંતિ માટે ટૂંક સમયમાં વાટાઘાટો માટે તૈયાર છે. તેમણે એમ પણ કહ્યું, અમે યુદ્ધનો અંત લાવવા માટે ઝડપથી કામ કરવા તૈયાર છીએ અને પ્રથમ પગલાંમાં કેદીઓને મુક્ત કરવા માટે યુદ્ધવિરામ અને હવાઈ હુમલા બંધ કરવાનો સમાવેશ થઈ શકે છે. જો રશિયા પણ આવું જ કરે છે, તો અમે તેને યુદ્ધવિરામ કહી શકીએ છીએ. અમે ઝડપથી આગળના પગલાં લેવા માંગીએ છીએ અને એક મજબૂત અંતિમ કરાર પર સંમત થવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે કામ કરીશું.
ટ્રમ્પે જેવેલિન મિસાઇલ માટે અમેરિકાનો આભાર માન્યો
ઝેલેન્સકીએ અમેરિકાના સમર્થનની પ્રશંસા કરતા કહ્યું, યુક્રેનની સાર્વભૌમત્વ અને સ્વતંત્રતા જાળવવામાં અમેરિકાએ કેટલું યોગદાન આપ્યું છે તેની અમે ખરેખર પ્રશંસા કરીએ છીએ. રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુક્રેનને જેવેલિન મિસાઇલો આપી ત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ તે ક્ષણને અમે ભૂલી શકતા નથી. અમે તેના માટે આભારી છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકામાં પકડાયો મોસ્ટ વોન્ટેડ હેપ્પી પાસિયા, પંજાબમાં 14 આતંકવાદી ઘટનાઓનો આરોપી
April 18, 2025 12:05 AMગુજરાતમાં ગરમીનો પ્રકોપ: રાજકોટ સૌથી ગરમ શહેર, અમદાવાદ સહિત ચાર શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 17, 2025 07:31 PM21મી એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, સરકારની જાહેરાત
April 17, 2025 07:30 PM32 દિવસ બાદ વ્યાયામ શિક્ષકોનું આંદોલન સમેટાયું, સરકાર સાથે સમાધાન
April 17, 2025 07:27 PMજામનગરમાં શહેર ભાજપ દ્વારા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો કરાયો વિરોધ
April 17, 2025 07:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech