બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાએ એક્ટર ઝહીર ઇકબાલ સાથે 23 જૂનના રોજ લગ્ન કર્યા છે. આ બન્ને છેલ્લા સાત વર્ષથી એકબીજાને ડેટ કરતા હતા. જો કે એ સમયથી કપલે એકબીજાને સાથે રહેવાનું વચન આપ્યું હતું. લગ્ન કર્યા પછી કપલનું મુંબઇમાં ગ્રાન્ડ રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. આ ગ્રાન્ડ રિસેપ્શનમાં રેખાથી લઇને અનેક બોલિવૂડ સેલેબ્સે હાજરી આપી હતી. કપલના રિસેપ્શનમાં સેલેબ્સે ખૂબ મસ્તી કરી હતી.
ઝહીર અને સોનાક્ષીના લગ્ન પછી સોશિયલ મિડીયામાં અનેક તસવીરો અને વીડિયો વાયરલ થઇ રહ્યાં છે. આ સાથે ફેન્સ કપલને શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે. જો કે હવે માહિતી મળી રહી છે કે પતિ ઝહીરે સોનાક્ષીને કરોડોની કિંમતની ગિફ્ટ આપી છે.
રિપોર્ટસ અનુસાર ઝહીર ઇકબાલે એની પત્ની સોનાક્ષીને એક કાર ગિફ્ટમાં આપી છે. ઝહીરે સોનાક્ષીને બીએમડબલ્યુનીઆઈ 7 ઇલેક્ટ્રિક સેડાન કાર ગિફ્ટ કરી છે. આ કારની કિંમત 2.12 કરોડ રૂપિયા છે.
સોનાક્ષી અને ઝહીરે ના હિન્દુ તેમજ ના મુસ્લિમ અનુસાર લગ્ન કર્યાં છે. એક્ટરે 23 જૂનના રોજ આ લગ્ન 1954ના સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ એક રજિસ્ટર્ડ મેરેજ કર્યા. આનાથી બન્નેના ધર્મોને કોઇ લેવા દેવા નથી. સ્પેશયલ મેરેજ એક્ટ એવું છે જે ભારતીય સંવિધાન હેઠળ બે અલગ ધર્મોના લોકોને લગ્ન કરવાની અનુમતિ આપે છે. આ માત્ર હિન્દૂ અને મુસ્લિમ જ નહીં, પરંતુ બીજા ધર્મો માટે પણ કામ કરે છે. પરંતુ ભારતીય હોવું જરૂરી છે. આમ, કોઇ વિદેશમાં રહે છે પરંતુ એના માટે ઇન્ડિયન હોવું ખૂબ જરૂરી છે. જો કે આ પહેલાં પણ અનેક નિયમો ફોલો કરવા જરૂરી છે. આમ, તમને જણાવી દઇએ કે સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલની પહેલી મુલાકાત સલમાન ખાન દ્રારા હોસ્ટ કરવામાં આવેલી એક પાર્ટીમાં થઇ હતી.ત્યારથી બન્ને એકબીજા માટે ખાસ લાગણી ધરાવતા થઈ ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMપૂંછમાં પાકિસ્તાની ગોળીબારમાં એક વ્યક્તિનું મોત, 3 લોકો ઘાયલ, સેનાએ વળતો પ્રહાર કર્યો
May 09, 2025 08:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech