ગુજરાત રાયના પોલીસ ભરતી બોર્ડ દ્રારા પીએસઆઇની ભરતી કેલેન્ડર માં ધોરણ ૧૨નું પરિણામ આવ્યા પછી અને કોલેજના અંતિમ વર્ષની પરીક્ષા આપી ચૂકેલા વિધાર્થીઓ માટે ફરીથી અરજી કરી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે આ અગાઉ અરજી કરવામાં બાકી રહેલા ઉમેદવારને પણ તક આપવામા આવશે, આગામી ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં અરજી માટે યુવાનોને તક આપવામાં આવશે તેવુ ટીટ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કર્યુ છે.
આ માટે જનરલ કેટેગરીના ઉમેદવારે પીએસઆઇ ભરતી કેડર માટે .૧૦૦, લોકરક્ષક કેડર માટે .૧૦૦ની ફી રાખવામાં આવી છે. બંને ફોર્મ ભરવા માંગતા ઉમેદવારે રૂા.૨૦૦ ફી ભરવાની રહેશે. યારે એસ.સી ,એસ.ટી તથા ઈ ડબલ્યુ એસ કેટેગરી સહિતના ઉમેદવારોએ કોઈ ફી ભરવાની રહેશે નહીં. આ ફી માત્ર ઓનલાઈન ભરી શકાશે.
આ ભરતી માટે પીએસઆઈ કક્ષાના ઉમેદવારોની શારીરિક ટેસ્ટ અને મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવશે. પીએસઆઈ માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના પેપર પૂછાશે. યારે લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીની સાથે એમસીકયુની ટેસ્ટ પણ લેવામાં આવશે. ઉમેદવારો માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ પણ જાહેર કરાયો છે, જેના પર રિવાર સિવાય સવારે ૧૦.૩૦થી ૬ સુધી પૂછપરછ કરી શકાશે.
રાયમાં આગામી કુલ ૧૨૪૭૨ ખાલી જગ્યાઓ માટે સીધી ભરતી કરવા માટે ઓનલાઈન અરજી કરી શકાશે. યારે તેની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે.પોલીસ વિભાગની પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસ.આર.પી.એફ.અને જેલ સિપોઇ વર્ગ–૩ સંવર્ગની કુલ: ૧૨૪૭૨ ભરતી માટેના ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી.અને હજુ વધુ યુવાનોને પોલીસ સર્વિસ માટે તક આપવામા આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતની નવી પહેલ, 'મોડેલ સોલાર વિલેજ' સ્પર્ધામાં જીતો 1 કરોડનું ઇનામ
April 07, 2025 10:43 PMગુજરાતના જળાશયોમાં ઉનાળા માટે પૂરતું પાણી, 207 ડેમમાં 57 ટકા જળસંગ્રહ
April 07, 2025 10:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech