ગમખ્વાર અકસ્માતના બનાવથી ગઢવી સમાજમાં અરેરાટી સાથે શોકની લાગણી
ખંભાળીયાથી કાર લઈને ગઢવી સમાજના ચાર યુવાન મિત્રો રાજસ્થાન ફરવા ગયા હતા અને કાર અને બોલેરો વાહન સાથે ગંભીર અકસ્માત સર્જાતા બે ગઢવી યુવકના મોત થયા હતા. અને બે ને સામાન્ય ઇજાઓ થઈ હતી. બે યુવાનના મોતથી સમગ્ર બારાડી ચારણ સમાજમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
ખંભાળીયા ચારણ ગઢવી સમાજમાં ચાર ગઢવી યુવાન મિત્રો આઈ ટવેન્ટી કાર લઈને પરમ દિવસે રાજસ્થાન ગયા હતા અને ગઈકાલે રાજસ્થાનના જાલોર પહોંચતા આઈ ટવેન્ટી કાર અને બોલેરો પિકઅપ કારનું ભયંકર અકસ્માત સર્જાયું હતું. જેમાં આઈ ટવેન્ટી કારમાં સવાર બે ગઢવી યુવાનનું મોત થયા હતા. જ્યારે અન્ય બે યુવાનને ગંભીર ઇજાઓ થઈ હતી. આ બનાવને લઈને ગઢવી સમાજમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.
જેમાં મળતી માહિતી મુજબ ખંભાળીયા જોધપુર ગેઇટ વિસ્તાર નજીક આવેલ ટેલિફોન એક્સચેન્જની નજીક રહેતા નવલ મેઘાભાઈ ધારાણી ઉવ, દિપક હભુભાઈ ભોજાણી, મયુર વેજાણદ ભોજાણી અને આનંદ ભોજાભાઈ સાખરા એમ ચારેય મિત્રો આઈ ટવેન્ટી કાર લઈને પરમ દિવસે રાજસ્થાન દર્શનાર્થે ગયા હતા. જેઓ ગઈકાલે બપોરના સુમારે રાજસ્થાનના જાલોર જિલ્લાના ભીમમાલ તાલુકો વિસ્તારમાં પહોંચતા બોલેરો પિકઅપ વાહન સાથે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં નવલ ધારાણી ઉવ ૨૨ અને દિપક ભોજાણી ઉવ ૨૩ આશરે ને ગંભીર ઇજાઓ થતા તેમના મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે અન્ય કારમાં સાથે સવાર બન્ને યુવકોને સામાન્ય ઇજાઓ થઈ હતી. બનાવને પગલે ખંભાળીયા સહિત બારાડી પંથકમાં ગઢવી સમાજમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. જુવાનજોધ પુત્રના મોતથી પરિવાર પર દુ:ખનું આભ ફાટી પડ્યું હતું.