વીંછિયામાં લેન્ડ ગ્રેબિંગની અરજી કરનાર યુવકની હત્યા, ગામ બંધ

  • December 31, 2024 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિંછીયાના થોરીયાળી ગામના યુવાનની વિંછીયામાં ઘાતકી હથીયારોના ઘા ઝીંકી સરાજાહેર હત્યા કરાયાના બનાવથી રોષ ભભુકી ઉઠયો છે. ગેરકાયદે બાંધકામ સામે અવાજ ઉઠાવી લેન્ડ ગ્રેબીંગની અરજી કરનાર યુવાનની હત્યાના આરોપીઓને તાત્કાલીક પકડીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી સાથે આજે વિંછીયા રોષભેર બધં રહ્યું છે. પોલીસે ચાર સામે ગુનો નોધી અમરાપરના એકને સકંજામાં લઈ અન્યને ઝડપી લેવા દોડધામ આદરી છે.
બનાવની પોલીસના સુત્રોમાંથી મળેલી પ્રાથમીક વિગતો મુજબ વિંછીયામાં ગેરકાયદે બાંધકામ તથા આવા કારસ્તાન થતાં હોવાથી થોરીયાળીના ઘનશ્યામ લમણભાઈ રાજપરાએ લેન્ડ ગ્રેબીંગ હેઠળ કાર્યવાહી કરવા સંબંધીત સરકારી તંત્રમાં અરજી કરી હતી. ટ્રાન્સપોર્ટનું કામ ધરાવતા ઘનશ્યામે કરેલી ફરિયાદ અરજીના પગલે આવા ધંધાર્થીઓને ઘનશ્યામ ખટકવા લાગ્યો હતો. બે દિવસ પહેલા તા.૨૯ના રોજ ઘનશ્યામ આઈસર લઈને વિંછીયા રીપેરીંગ કામ માટે આવ્યો હતો.
યુવાન વિંછીયામાં હતો એ સમયે જ જસદણના વાગદરા ગામના પેથા ગભરૂભાઈ સાબર તથા અન્ય ત્રણ શખસો સહિતના હથીયારો સાથે ધસી આવ્યા હતા. ઘનશ્યામ પર કુહાડી, ધોકાથી સરાજાહેર ખુની હત્પમલો કર્યેા હતો અને નાસી છૂટયા હતા. ગંભીર રીતે ઘવાયેલા ઘનશ્યામને પ્રથમ વિંછીયા ખાતે સારવારમાં લઈ જવાયો હતો. જયાં હાલત ગંભીર હોવાથી તાત્કાલીક રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. રાજકોટ સારવાર દરમિયાન યુવકે દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો હતો.
હત્યાના પગલે વિંછીયા પંથકમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. પોલીસે મૃતકના પિતા લમણભાઈ શિવાભાઈ રાજપરાની ફરિયાદના આધારે વાગદરાના પેથા ગભરૂભાઈ સાબર તેમજ તેની સાથે રહેલા અન્ય ત્રણ શખસો સામે ગુનો નોંધાવ્યો છે. બનાવને લઈને થોરીયાળી તેમજ વિંછીયામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હત્યા ફિલ્મોમાં થતી હત્યાઓ જેવી સરેઆમ હત્પમલો કરી થયેલી હત્યામાં આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા રોષભેર માંગ ઉઠી છે.
વિંછીયા સડ બંધનું એલાન આપ્યું હતું. આજે વિંછીયામાં સવારથી જ ધંધા–રોજગાર, દુકાનો બધં રહી હતી અને હત્યાનો રોષપુર્ણ વિરોધ વ્યકત કર્યેા હતો. આરોપીઓને તાત્કાલીક પકડવા અને કડક પગલા લેવાની માગણી સાથે બધં પડાયો છે. પોલીસે અમરાપરના બીજલ નામના એક શખસને સકંજામાં લઈને અન્ય આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અધિકારીઓ પણ ઉતરી આવ્યા છે અને ચુસ્ત પેટ્રોલીંગ સાથે બંદોબસ્ત ગોઠવી દેવાયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News