ભાણવડના રૂપામોરા ગામનો યુવાન ગુમ

  • May 17, 2024 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પરિવારની પોલીસ ફરિયાદ


ભાણવડનાં રૂપામોરા ગામનો યુવાન એકાએક ગુમ થતા તેના પિતાએ ભાણવડ પોલીસ થાણે જાણ કરી છે, પોલીસે ગુમ નોંધ દાખલ કરી યુવાનની શોધખોળ શરૂ કરી છે. બનાવની પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ ભાણવડ ખંભાળીયા હાઈવે માર્ગ ઉપર રૂપામોરા ગામ આવેલ છે. આ ગામમાં સગર જ્ઞાતીના પ્રવિણ વેજા નનેરા (ઉ.42) નામનો યુવક વસવાટ કરે છે.


ત્યારે ઉપરોકત યુવાન તા.15ના સવારના નવેક વાગ્યાના સુમારે ભાણવડના જુના સિનેમા રોડ વિસ્તારમાંથી કોઈને કહ્યા વગર એકાએક ગુમ થતા પ્રથમ તેના પરિવારે ઠેકઠેકાણે શોધ કરી હતી. પરંતુ યુવકનો પતો લાગ્યો નથી. આથી તેના પિતા વેજાભાઈ નનેરાએ ભાણવડ પોલીસ થાણે પહોંચી પોતાનો પુત્ર ગુમ થયાની જાણ કરી હતી. પોલીસે ગુમ નોંધ દાખલ કરી શોધખોળ શરૂ કરી છે, જે કોઈને યુવાનનો પતો મળે તો ભાણવડ પોલીસ થાણે જાણ કરવા પોલીસ વિભાગ દ્વારા અપીલ કરાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application