રાજકોટ શહેરના ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર શેરી નં.2માં રહેતા હમીર ઉર્ફે ગોપાલ દેવજીભાઈ રાઠોડ (ઉ.વ.35) નામના યુવકને ગત રાત્રે પોલીસ વેનમાં બેસાડી જઈ માલવિયાનગર પોલીસ મથકમાં લઈ જઈ ઢોર મારમારી શરીર તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા ઈજાગ્રસ્ત યુવકને સારવારમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. માલવિયાનગર પોલીસે અજાણ્યા પોલીસ કર્મી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. ટૂંકી સારવાર દરમિયાન આ યુવકનું મૃત્યુ નિપજતાં બનાવ હત્યામાં પલટાયો છે. ઘટનાને પગલે મૃતકના પરિવારજનો, સગા-સબંધીઓમાં ભારે રોષ ફેલાઈ ગયો હતો. યુવકનું મૃત્યુ થયાના સમાચારથી દલિત સમાજના અગ્રણીઓ પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં સુધી આરોપી પોલીસની ધરપકડ ન થાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. કાલાવડ રોડ ઉપર ચક્કાજામ કરીને દેખાવો કરાયા હતા. પોલીસ કમિશનર કચેરીએ મૃતકના પરિવારજનો અને આગેવાનોનું ટોળુ ધસી આવ્યું હતું. જો પોલીસને હત્યાના ગુનામાં પકડવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન છેડવાની પણ ચિમકી ઉચ્ચારાઈ હતી. પોલીસ મથકમાં જ માર મરાયાના અને યુવકના ઈજાગ્રસ્ત હાલતમાં થયેલા મોતથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ બેકફૂટ કે બચાવની મુદ્રામાં આવી ગયા હતા. રોષે ભરાયેલા આગેવાનો અને સાથે રહેલા વ્યક્તિઓને સમજાવવાના પ્રયાસ આદયર્િ હતા.
બનાવ સંદર્ભે ઈજાગ્રસ્ત હમીર ઉર્ફે ગોપાલના પત્ની ગીતાબેને ગઈકાલે રાત્રે અજાણ્યા પોલીસ કર્મી સામે માલવિયાનગર પોલીસ મથકમાં હત્યાના પ્રયાસના આરોપસર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની વિગતોમાં બે દિવસ પહેલા તા.14ના રોજ રાત્રિના અગિયારેક વાગ્યા આસપાસ નજીકમાં ખોડિયારનગર શેરી નં.16માં ચોકમાં રાજુ સોલંકી તથા તેનો દિકરા જયેશને પાડોશીઓ સાથે ઝઘડો થયો હતો. જેથી જયેશ સોલંકી ઘરે આવ્યો હતો અને પતિ હમીરને વાત કરી ગોપાલ કાકા અમારી સાથે ચાલો પાડોશીઓ ઝઘડો કરે છે અને પોલીસ બોલાવી છે. તમે આવો તો સમાધાન થઈ જશે આવી વાત કરતાં પતિ હમીર સાથે ગયો હતો. થોડીવાર બાદ પુત્ર અરમાન ઘરે આવ્યો હતો અને વાત કરી હતી કે, પોલીસની ગાડી આવી હતી અને પપ્પાને મારતા મારતા ગાડીમાં બેસાડી લઈ ગયા છે. જેથી હમીરના માતા કેશુબેન પાડોશી નાનજીભાઈના ઘરે ગયા હતા. નાનજીભાઈને સાથે લઈને માલવિયાનગર પોલીસ મથકે મોડી રાત્રે પહોંચ્યા હતા.
રાત્રે એકાદ વાગ્યા બાદ નાનજીભાઈ હમીરને એક્ટિવામાં બેસાડીને ઘરે લઈ આવ્યા હતા. જે-તે સમયે હમીર અર્ધબેશુદ્ધ હાલતમાં હતો ઘરે સુવડાવી દેવાયો હતો. હમીરને વહેલા સવારે ઉઠવાની ટેવ હોય પરંતુ જાગ્યા ન હતો. જેથી પત્ની ગીતાબેને જગાડતા જાગેલ નહીં અને તબીયત વધુ ખરાબ હતી. હમીરનું પેન્ટ ખરાબ થઈ ગયેલું હતું. શરીર પરથી કપડા બદલતાં માર મારેલાના નિશાન જોવા મળ્યા હતા. તુરંત જ કારમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબે તપાસ કરતાં માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઈજા હોવાનું જણાવ્યું હતું. પોલીસ મથકમાં પોલીસે માર મારતાં હમીર બેશુધ્ધ બની ગયો હતો અને તેની તબિયત નાજુક થઈ ગઈ હોવાના સમાચારના પગલે સગા-સબંધીઓ આસપાસના લોકો મોટી સંખ્યામાં રાત્રે હોસ્પિટલે પહોંચી ગયા હતા. પોલીસે વેનમાં ઉઠાવી જઈ પોલીસ મથકમાં લઈ જઈ બેરહેમીથી માર મારતાં હમીરભાઈની હાલત નાજુક થઈ હોવાના આક્ષેપો કયર્િ હતા. બનાવને પગલે માલવિયાનગર પીઆઈ જે.આર.દેસાઈ તેમજ અન્ય પોલીસ અધિકારીઓ સ્ટાફ પણ દોડી ગયો હતો. સારવાર દરમિયાન આજે યુવકનું મૃત્યુ નિપજ્યું હતું. જેને લઈને સ્થિતી વધુ વણસી હતી બનાવ હત્યામાં પલટાયો હતો. રોષિત અગ્રણીઓએ એવું જણાવ્યું હતું કે, હજુ આરોપી તરીકે પોલીસ કોણ છે તે પોલીસ અધિકારી દ્વારા સ્પષ્ટ કરાતું નથી કે તેની ધરપકડ પણ કરવામાં આવી નથી. તપાસ ચાલુ છેની વાત કરે છે. જ્યાં સુધી આરોપી પોલીસ પકડાશે નહીં ત્યાં સુધી લાશ સ્વીકારાશે નહીં. હોસ્પિટલની બહાર કાલાવડ રોડ ઉપર ટોળુ એકઠુ થઈ ગયું હતું અને ચક્કાજામ પણ કર્યો હતો. પોલીસના પણ ધાડા ઉતરી આવ્યા હતા ટોળાને સમજાવીને રસ્તો ખુલ્લ ો કરાવાયો હતો. આગેવાનો તેમજ મૃતકના પરિવારજનો સહિતના સીપી કચેરીએ દોડી આવ્યા હતા. એક જ માંગ દોહરાવી હતી કે તાત્કાલિક અસરથી આરોપી પોલીસની ધરપકડ કરવામાં આવે, નહીં તો ઉપવાસ આંદોલન સહિતના દેખાવો કરવામાં આવશે. સમગ્ર ઘટના બાબતે માલવિયાનગર પોલીસ સ્ટેશનના પીઆઈ દેસાઈનો સંપર્ક સાધતા તેમનો ફોન સતત નો-રિપ્લાય થતો હતો.
બનાવને લઈને પોલીસ સમક્ષ કરાયા અણિયાળા સવાલો
ખાનગી હોસ્પિટલે પહોંચેલા દલિત સમાજના અગ્રણી માવજીભાઈ રાખશિયાએ પોલીસ અધિકારીઓને એવું કહ્યું હતું કે, માર માર્યો તેનું નામ લખાય કે ન લખાય? કોણ-કોણ મારવામાં હતા? પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા છે? તેમાં દેખાઈ શકે અમને સીસીટીવી ફૂટેજ આપો. પીઆઈ દેસાઈને એવો પણ સવાલ કર્યો કે તમે કોઈના પ્રેશરમાં છો? મર્ડર કેસમાં કોઈનું માન નહીં રહે, કોણ-કોણ મારવામાં હતા તે કહો? મહિલાઓ પણ બોલવા લાગી હતી કે, ખાખી લુગડાં પહેયર્િ એટલે તમને મારવાનો અધિકાર છે? તમને અમને નબળા ન માનતાં, કોણ-કોણ મારવામાં હતા? તેના નામ જોશે પછી જ લાશ ઉપાડીશું.
મૃતકના શરીરે પૂંઠ, પગ, વાસાના ભાગે લાકડી કે આવા કોઈ સાધનથી માર માયર્નિા નિશાન
પોલીસે માર મારતાં મૃત્યુ થયાના આક્ષેપ્ના આરોપમાં મૃતકના શરીરના ભાગે વાસામાં, પૂંઠના ભાગે તેમજ જમણા પગમાં સાથળથી લઈ પેની સુધી લાકડી કે આવા સાધનથી ઢોર માર માયર્નિા ચાંભા, નિશાનો સ્પષ્ટ ઉપસી આવ્યા હતા. યુવકને જે રીતે માર મરાયો તેના વીડિયોમાં આ દૃશ્યો દેખાતા હતા. માથાના ભાગે ઈજા થવાથી મૃત્યુ થયાની સંભાવના છે. આંબેડકરનગરમાં પોલીસે માર માયર્િ બાદ માલવિયાનગર પોલીસ સ્ટેશને લઈ આવી બે કલાક સુધી ત્યાં રાખીને માર માર્યો હોવાના આક્ષેપો થયા છે. મૃતક યુવક હમીરના શરીરે જે રીતે ઈજાના નિશાનો છે તે પોલીસ દ્વારા લાકડી કે પ્લાસ્ટિકના પાઈપથી માર મરાતો હોય તેવા છે.
કાલાવડ રોડ ઉપર ચક્કાજામ કરાયો
પોલીસના મારથી આંબેડકરનગરના દલિત યુવક હમીર ઉર્ફે ગોપાલને કાલાવડ રોડ પરની વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર માટે ગઈકાલે એડમીટ કરાયો હતો. આજે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજતાં હોસ્પિટલ ખાતે રહેલા લોકોમાં રોષ પ્રવર્ત્યો હતો. માર મારનાર પોલીસ સામે કડક હાથે કામ લેવાની માગણી સાથે કાલાવડ રોડ ઉપર થોડીવાર ચક્કાજામ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech