ભાવનગર શહેરના રૂવાપારી રોડ પર શેરીમાં ફટાકડા ફોડતા સમયે યુવાન મોટરસાયકલ લઈ નીકળતા ભુલથી ફટાકડો પડી જતા જેની દાઝ રાખી બંન્ને શખ્સોએ યુવાનને ભુંડાબોલી ગાળો આપી બોલાચાલી કરી લાકડાનાં ધોકાથી (ડાંગ) માથાના ભાગે બે-ત્રણ ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી નાસી છૂટ્યા હતા. જયારે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે પ્રથમ ભાવનગર સર ટી હોસ્પિટલ અને વધુ ગંભીર હાલત જણાતા અમદાવાદ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ થતા પોલીસે હત્યાંની કલમનો ઉમેરો કરી કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગે ગંગાજળિયા પોલીસ મથક ખાતેથી મળતી માહિતી અનુસાર ગંગાજળિયા પોલીસ મથક ખાતે ભારતીબેન છગનભાઈ બારૈયા (ઉ.વ.૪૫ ધંધો-ઘરકામ રહે, પ્લોટ.નં.૬૨, ખલાસી સોસાયટી, રૂવાપરી રોડ, બ્રાહમણ તલાવડી)એ સર.ટી.હોસ્પિટલ ખાતે પુછવાથી ફરીયાદ નોંધાવી હતી કે, તેના ઘર પાસે રહેતા સમીરભાઈ સુમનભાઇ ગોહેલ તથા તેનો નાનો ભાઇ જયદીપ સુમનભાઈ ગોહેલ બંન્ને જણાં રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યાના પ્રસંગ બાબતે રોડ ઉપર ફટાકડા ફોડતા હતા. તેવામાં ફરિયાદીનો નાનો દિકરો તેજસ અને તેની પત્ની મનાલી તેઓ બંન્ને મોટરસાયકલ લઇ બહાર જવા નીકળેલ હતા. તેવામાં ફટાકડાને ગાડી ભુલથી અડી જતા ફટાકડો આડો પડી જતા સમીર અને જયદિ૫ બંન્ને ભાઇઓએ તેજસને ફટાકડો કેમ પાડી દિધો તેમ કહી જેમ ફાવે તેમ ભુંડાબોલી ગાળો દેવા લાગતા યુવાનએ ગાળો દેવાની ના પાડતા સમીર તેના ઘરેથી લાકડાનો ધોકો (ડાંગ) લઇ આવી તેજસને કહેલ કે તું અહિંથી જતો રહે નહિતર તને મારવો પડશે તેવામાં જયદિપે તેજસને પકડી રાખેલ અને સમીરે લાકડાના ધોકા વડે મારી તેજસને માથાના ભાગે હુમલો કરાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે ત્યાં ધર્મેશ આવી જતાં ફરિયાદી તથા તેના બહેન ગીતાબેન મેર તથા ધર્મેશ અને મનાલીએ છોડાવવા વચ્ચે પડતા આ બંન્ને જણાઓ ગાળો બોલતા-બોલતા ભાગી ગયા હતા. દરમ્યાન કોઇએ ૧૦૮ માં ફોન કરતા ૧૦૮ આવીસ જતા ઈજાગ્રસ્ત તેજસને સારવાર અર્થે સર.ટી.હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. તેજસને માથાના ભાગે ફ્રેકચર તથા હેમરેજ થયેલ હોવાનું ડોકટરએ જણાવેલ હતું. હાલમાં ઈજાગ્રસ્ત યુવાનને આઇસીયુ વોડૅમાં સારવારમાં દાખલ કરાયો છે. જ્યાં તેજસની હાલત વધુ ગંભીર જાણતા વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે ખાસેડાયો હતો. અમદાવાદ ખાતે સારવાર દરમિયાન યુવને દમ તોડ્યો હતો. બનાવ મામલે ઈજાગ્રસ્ત યુવાનના માતા દ્વારા સમીર સુમનભાઈ ગોહેલ તથા તેનો ભાઇ જયદીપ સુમનભાઇ ગોહેલ બંન્ને સામે તેઓના પુત્ર પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડ્યા અંગે ગંગાજળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજતા ગંગાજલિયા પોલીસે હત્યાંની કલમનો ઉમેરો કરી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે હુમલો કરનાર બન્ને શખ્સો સમીર અને જયદીપને ઝડપી લીધા હતા. અને ફરિયાદના આધારે ગંગાજળિયા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech