ચલાલામા જમીનના ભાગલા પાડવાની તકરારમા નવમી માર્ચના રાત્રીના યુવાનના માથામા લોંખડના પાઇપ વડે જીવલેણ હત્પમલો કરતા યુવકને મરણોતલ ઇજા થતાં સારવારમાં દરમિયાન મોત નિપયું હતું અને આ બનાવ હત્યામાં પલટાયો હતો.
મુળ ઉના પાસેના મિતાલી વડલી ગામના અને હાલ વર્ષેાથી ધારી તાલુકાનું ચલાલા–મીઠાપુર(ડુંગરી) ગામે હરીધામ સોસાયટીમાં રહી મજુરી કામ કરી પોતાના પરિવાર સાથે રહેતા જયસુખભાઈ કેશવભાઈ મોણપરાનો પાંત્રીસ વર્ષનો પુત્ર નિકુંજ તા. ૯ના રાત્રીના નવેક વાગે તેમના મિત્ર લાલાભાઇ હિરપરાને ત્યા ગયેલ ત્યા લાલાભાઇ હિરપરા અને તેમના ભાઈ ભાવેશભાઇ હિરપરા વચ્ચે જમીન વહેચણીની તકરાર ચાલતી હોય. તેમા નિકુંજ મોણપરા વચ્ચે પડી તેમના મિત્ર લાલાભાઇ હિરપરા સાથે તેઓના સંબધીને ત્યા બે દિવસ પહેલા સાવરકુંડલા ગયેલ હોય તે ભાવેશભાઇ હિરપરાને સા નહી લાગતા અને તેનુ મનદુ:ખ રાખી આરોપી ભાવેશ ધીભાઈ હિરપરાએ સાવરકુડલા રોડ પર તેના રહેણાકના ધર પાસે રાત્રીના સમયે નિકુંજ મોણપરાને જાનથી મારી નાખવાની ધમકી આપી લોંખડની પાઇપ વડે હત્પમલો કરતા નિકુંજને માથાના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર માટે પ્રથમ અમરેલી બાદ અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. પરંતે ટૂંક સારવાર દરમિયાન મોત નિપજતા આ બનાવ હત્યામાં પરીણામ્યો હતો. બનાવના પગલે પોલીસે ભાવેશ ધીરૂભાઇ હીરપરા સામે હત્યાની કલમનો ઉમેરો કરી તેની શોધખોળ ચલાલા પોલીસ સ્ટેશનના પી.આઇ જી.આર.વસૈયા અને તેની ટીમ દ્રારા કરવામાં આવી હતી. બાતમીના આધારે આરોપી ભાવેશ ધીભાઈ હિરપરાને અમદાવાદથી ગઇ રાત્રે દબોચી લઇ રીમાન્ડ મેળવવાની તજવીજ કરવાનમાં આવી હતી.
મૃતક નિકુંજ એકનો એક ભાઇ હતો સંતાનમાં ચાર વર્ષનો દિકરો છે આગામી તા.૧–૫ના રોજ બહેનના લમાં ભાઇ જવતલયો બને એ પહેલા જ મોત થતાં પરિવારમાં ઘેરો કલ્પાંત સર્જાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસ્ટાલિનને હિન્દીથી એટલી નફરત કે '₹' ના નિશાનને બદલી નાખ્યું, આવતીકાલે કરશે જાહેર
March 13, 2025 03:19 PMસોની બજાર અને લાખાજીરાજ માર્ગ ઉપર વધુ ૧૦ મિલકતો સીલ; ૪૭ લાખની રિકવરી
March 13, 2025 03:17 PMટીપી બ્રાન્ચમાં કમૂરતા ઉતર્યા; ફાઇલોનો નિકાલ શરૂ
March 13, 2025 03:15 PMખજૂર, ધાણી, દાળીયા, હારડા, ચોકલેટના વેપારીઓને ત્યાં મ્યુનિ ફૂડ બ્રાન્ચના દરોડા
March 13, 2025 03:12 PMહિન્દી ભાષાનો વિરોધ કરવાના ઝનુનમાં સ્ટાલિને રૂપિયાનું પ્રતીક બદલી નાખ્યું
March 13, 2025 02:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech