ચૂડેશ્વરનો યુવાન પરપ્રાંતિય શરાબના જથ્થા સાથે ઝડપાયો

  • April 08, 2024 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મીઠાપુરમાં પીધેલા વાહન ચાલકો ઝડપાયા



ખંભાળીયાના ચૂડેશ્વર ગામનો યુવાન પરપ્રાંતિય શરાબના જથ્થા સાથે પોલીસના હાથે ઝડપાઇ ગયો છે, જ્યારે મીઠાપુરમાં ત્રણેક જેટલા પીધેલા વાહન ચાલકો પોલીસના હાથે આબાદ ઝડપાઇ ગયા છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


ખંભાળિયા તાલુકાના ચૂડેશ્વર ગામે રહેતા પ્રકાશ કરસનભાઈ સોંદરવા નામના 29 વર્ષના શખ્સને પોલીસે વિદેશી દારૂની પાંચ બોટલ તથા બિયરના 6 ટીન તેમજ એક મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 9,300 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ, તેની સામે સલાયા મરીન પોલીસે પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.


જ્યારે મીઠાપુરના દેવપરા ગામે રહેતા કાનાભા જગુભા ગીગલા નામના 27 વર્ષના શખ્સને પોલીસે ગતરાત્રે રૂ. 20 હજારની કિંમતના મોટરસાયકલ પર નીકળતા ઝડપી લીધો હતો. અન્ય એક કાર્યવાહીમાં દ્વારકામાં રહેતા ધવલસિંહ ગંભીરસિંહ જાડેજા નામના 19 વર્ષના શખ્સને સુરજકરાડી પાસેથી પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા 15,000 ની કિંમતના સીડી ડીલક્ષ મોટરસાયકલ પરથી ઝડપી લીધો હતો. તેમજ મીઠાપુરના સુરજકરાડી ગામના રવિભા ગગાભા કેર (ઉ.વ.30) ને પોલીસે રેંકડી બજારમાંથી મોડી રાત્રિના સમયે લપાતા-છુપાતા દુકાનોના તાળા તપાસતા ઝડપી લઇ, તેની સામે કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application