નવા થોરાળા વિસ્તારમાં આવેલા ગોકુલપરામાં પરિણીતા સામે જોવા બાબતે ઠપકો આપતા તે બાબતોનો ખાર રાખી યુવાન પર તલવાર વડે જીવલેણ હત્પમલો કરવામાં આવ્યો હતો. હત્પમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.આ મામલે યુવાનની બહેનની ફરિયાદ પરથી પોલીસે ત્રણ આરોપીઓ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, નવા થોરાળા વિસ્તારમાં ગોકુલપરા શેરી નંબર છ માં રહેતા કિશોર જયંતીભાઈ ખીમસુરીયા(ઉ.વ ૪૦) નામના યુવાનને રાત્રિના નવેક વાગ્યા આસપાસ આરોપી પ્રફુલ રવજીભાઈ ડાંગર,પ્રકાશ ગોવિંદભાઈ ખીમસુરીયા અને યોગેશ ખીમસુરીયા ઘર પાસે આવી અગાઉના ઝઘડાનો ખાર રાખી ઢીકાપાટુનો માર માર્યેા હતો. દરમિયાન આરોપી પ્રકાશ અને યોગેશે યુવાનને પકડી રાખી આરોપી પ્રફુલે તલવાર વડે મારી નાખવાના ઇરાદે કિશોરભાઈને માથાના ભાગે તલવારનો ઘા મારી દીધો હતો દરમિયાન અહીં લોકો એકત્ર થતાં આ શખસો નાસી ગયા હતા. હત્પમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
બનાવ અંગે યુવાની નાની બહેન જાગૃતિ રવજીભાઈ મુછડીયા (ઉ.વ ૩૪ રહે. આંબેડકર નગર શેરી નંબર ૧૨૧૪ નો ખૂણો, ગોંડલ રોડ) દ્રારા થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે,તારીખ ૬૩ ના સાંજના સમયે આરોપી પ્રફુલ કિશોરભાઈની કાકી સામે જોતો હોય જેથી કિશોરભાઈએ કહ્યું હતું કે, તું મારા કાકી સામે શું કરવા જોવે છે.દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો હતો.ત્યારબાદ આ બાબતનો ખાર રાખી રાત્રિના કિશોરભાઈ પર આ જીવલેણ હત્પમલો કરવામાં આવ્યો હતો. આ અંગે જાગૃતિબેનની ફરિયાદ પરથી થોરાળા પોલીસે ત્રણેય આરોપીઓ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAMCનો સુરક્ષા ખર્ચ: 10 વર્ષમાં 245 કરોડનો ધુમાડો, વિપક્ષે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા
March 03, 2025 11:53 PMટ્રમ્પની પોસ્ટથી ખળભળાટ: "આવતીકાલની રાત મોટી હશે", દુનિયાભરમાં અટકળો
March 03, 2025 09:52 PMજામ ખંભાળીયામાં હિન્દુ અને મુસ્લિમ પરીવાર વરચે રાત્રીના સમયે મારામારી થતા 2 લોકો ઇજાગ્રસ્ત
March 03, 2025 07:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech