કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા કિશનભાઈ રાજાભાઈ કરમટા નામના ૨૩ વર્ષના યુવાન ગત રવિવાર તારીખ ૧૪ મીના રોજ મકરસંક્રાતિના દિને દ્વારકા દર્શનાર્થે આવ્યા હતા. તેઓ હાથી ગેઈટ સામે આવેલા પાગલ આશ્રમ ખાતે રોકાયા હતા.
ઉતરાયણનો તહેવાર હોવાથી અહીં પતંગો કપાઈને આવતી હતી. આ આશ્રમની દીવાલો કૂદીને કેટલાક બાળકો પતંગ લેવા માટે અંદર આવતા હતા. જેથી કિશનભાઈ કરમટાએ બાળકોને દિવાલ કૂદીને આવવાની ના કહી, મેઈન ગેઈટથી અંદર આવવાનું કહ્યું હતું. આ બાબતનું મનદુ:ખ રાખીને મોટર સાયકલ મારફતે ચાર અજાણ્યા શખ્સો આ સ્થળે આવ્યા હતા. લોખંડનો પાઇપ અને લાકડી સાથે આવેલા ચાર અજાણ્યા શખ્સોએ ફરિયાદી કિશનભાઈ રબારીને બિભત્સ ગાળો કાઢી, બેફામ માર મારતા તેમને ઈજાગ્રસ્ત હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આરોપી શખ્સો દ્વારા હુમલો કરી, અને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે ચારેય અજાણ્યા શખ્સો સામે દ્વારકા પોલીસ મથકમાં આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જે અંગે પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech