ભાવનગર ચિત્રા માર્કેટિંગ યાર્ડ પાસે ગોજારો અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે બાઈક પર જઈ રહેલા બે યુવાનોને અડફેટે લેતા એકનું મોત, એકને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો. શહેરના ચિત્રા વિસ્તારના રામદેવનગર પાછળ રહેતા બે યુવાન આજે સાંજના અરસા દરમિયાન ચિત્રા વર્કશોપથી બાઈક ઉપર રસ્તો ઓળંગીને ઘર તરફ જઈ રહ્યા હતા. તે વેળાએ સ્કોર્પીયોના ચાલકે બાઈકને અડફેટે લઈ અકસ્માત સર્જાતા એક યુવકનું ઘટના સ્થળ પર મોત નિપજવા પામ્યું હતું. જ્યારે એકને ગંભીર ઈજા પહોંચતા સારાવારમાં ખસેડવામાં આવ્યો હતો. ઉક્ત બનાવના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારની ભાવના સોસાયટી, મફતનગર પાસે, રામદેવનગર પાછળ રહેતા રમેશભાઈ જેઠાભાઈ મકવાણાએ બોરતળાવ પોલીસ મથકમાં સ્કોર્પિયો નંબર એચ.આર- ૨૯. બીબી- ૨૩૯૪ના ચાલક પ્રદિપ નરેન્દ્રસિંગ વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી કે, તેઓના કાકા મુકેશભાઈ ડાયાભાઈ મકવાણા (ઉ.વ. ૩૭) આજે સાંજના આખલોલ જકાતનાકાથી યશભાઈ મહેન્દ્રભાઈ મકવાણાની બાઈક નંબર જીજે. ૦૪. બીએમ- ૮૨૯૫ની પાછળ બેસી ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે સાંજના પાંચ કલાકના અરસા દરમિયાન ચિત્રા વિસ્તારના વર્કશોપ, શેરએ પંજાબ ધાબા પાસેથી બાઈક ઉપર રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. તે વેળાએ ઉક્ત સ્કોર્પિયોના ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે, બેફિકરાઈ પુર્વક અને માણસની જીંદગી જોખમાઈ તેવી રીતે ચલાવી બાઈકને અડફેટે લઈ અકસ્માત સર્જતા તેઓના કાકા મુકેશભાઈને ગંભીર ઈજા પહોંચતા તેઓનું ઘટના સ્થળ પર મોત નિપજવા પામ્યું હતું. જ્યારે અન્ય યશભાઈ મકવાણાને ઈજાગ્રસ્ત હાલતે ૧૦૮ મારફતે તાત્કાલીક સારવાર અર્થે ભાવનગર સર.ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના બનાવના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અને મૃતક મુકેશભાઈના પરિવારજનો દોડી આવતા યુવકને મૃત હાલતે નિહાળી ભારે આક્રંદ સાથે અરેરાટી છવાઈ જવા પામી હતી. ઉક્ત ફરીયાદ અનુસંધાને બોરતળાવ પોલીસે સ્કોર્પીયોના ચાલક પ્રદિપ નરેન્દ્રસિંગ સામે આઈપીસી. ૨૭૯, ૩૦૪એ, ૩૩૭, ૩૩૮, મોટર વાહન અધિનિયમ ૧૮૪, ૧૭૭, મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech