દામનગરમાં ઝેરી ટીકડા પી યુવકનો આપઘાત

  • February 06, 2024 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દામનગરમાં યુવકે પોતાના ઘરે ઝેરી ટીકડા પી લેતા સારવાર માટે અમરેલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ચાલુ સારવારે દમ તોડી દીધો હતો. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની મળતી વિગત મુજબ મૂળ સ્વામીના ગઢડાના જલાલપુરનો અને હાલ દામનગરના જે.ડી પાર્કમાં રહી મજૂરી કામ કરતો આશીષ જિતેન્દ્રભાઇ ઉર્ફે બુધાભાઇ સોલંકી (ઉ.વ.૨૧) નામના યુવકે ગઈકાલે પોતાના ઘરે હતો ત્યારે ઝેરી દવાના ટીકડા પી લેતા અર્ધ બેભાન હાલતમાં અમરેલીની ધડુક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર કારગત ન નીવડતા મોત નીપજ્યું હતું. બનાવની જાણ હોસ્પિટલ દ્વારા દામનગર પોલીસને કરવામાં આવતા પોલીસે સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ ને પીએમ માટે ખસેડ્યો હતો. યુવકે ક્યાં કારણથી પગલું ભર્યું તે અંગે દામનગર પીએસઆઇ બી.પી.પરમાર તપાસ ચાલવી રહ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News