જામનગરમાં યુવાન પર હુમલો કરી હાથ પગ ભાંગ્યા: ચાર સામે ફરિયાદ

  • April 08, 2024 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં દેવુભા ના ચોક વિસ્તારમાં એક યુવાન પર લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી ફ્રેક્ચર સહિત ઇજા પહોંચાડવામાં આવી છે. જે હુમલાના બનાવ અંગે પિતા પુત્ર સહિત ચાર સામે ફરિયાદ નોંધાવાઇ છે.


જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા વિશાલ ઉર્ફે બોક્સર રમણીકલાલ પરમાર નામના ૨૬ વર્ષના યુવાન પર  દેવુભાના ચોક વિસ્તારમાં કિશન અરવિંદભાઈ ચૌહાણ, અરવિંદભાઈ નો પુત્ર લાડવો અને તેના અન્ય બે સાગરીતોએ લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી હાથ પગમાં ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

ફરિયાદી વિશાલ પરમાર ના કાકા અને આરોપીને આજથી દોઢ વર્ષ પહેલાં ઝઘડો થયો હતો. જેનું મન દુઃખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application