શહેરના મવડી બાયપાસ રોડ પર સંસ્કાર સિટીમાં ત્રણ માસ પૂર્વે કારખાનેદાર પટેલ યુવાનનું એપાર્ટમેન્ટના પાકિગમાં શંકાસ્પદ મોત થયું હતું. જે મામલે હવે તાલુકા પોલીસ સ્ટેશનમાં અકસ્માત અંગેનો ગુનો નોંધાયો છે. મૃતક યુવાનનો ભાઈ કાર રિવર્સમાં લેતો હતો તે સમયે પટેલ યુવાનના માથા પરથી ટાયર ફરી વળતા તેનું મોત થયું હતું.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મવડી બાયપાસ રોડ પર રામધણ આશ્રમ પાસે સંસ્કાર સિટીમાં રહેતા ધર્મેન્દ્રભાઈ ઉર્ફે વિમલભાઈ રૈયાણી(ઉ.વ ૩૬) ગત તા. ૩૯૨૦૨૪ ના એપાર્ટમેન્ટના પાકિગમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા યાં તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે તાલુકા પોલીસે મૃતક ધર્મેન્દ્રભાઈના પત્ની ધર્મિાબેન ૩૪ ની ફરિયાદ પરથી મૃતકના મોટાભાઈ પ્રશાંત છગનભાઈ રૈયાણી (ઉ.વ ૪૧ રહે. સંસ્કાર સીટી) વિદ્ધ ગુનો દાખલ કર્યેા છે.
જે ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તા. ૩૯૨૦૨૪ ના ધર્મેન્દ્રભાઈ રૈયાણી એપાર્ટમેન્ટના પાકિગમાંથી લોહી લુવાણ હાલતમાં મળી આવ્યા હતા. બાદમાં તેમનું મૃત્યુ થયું હતું. આ સમયે ધર્મિાબેનને જાણ થઈ હતી કે, ધર્મેન્દ્રભાઈ અને તેના મોટાભાઈ પ્રશાંતભાઈ કારખાનેથી કારમાં ઘરે આવ્યા હતા. એપાર્ટમેન્ટના પાકિગમાં ધર્મેન્દ્રભાઈ કારમાંથી નીચે ઉતરી પડી ગયા હતા આ સમયે કારને વ્યવસ્થિત પાર્ક કરવા પ્રશાંતભાઇએ કાર રિવર્સમાં લેતા ધર્મેન્દ્રભાઈના માથા પરથી કારનું ટાયર ફરી વળ્યું હતું જેથી તેમનું મોત થયું હતું. બીજી તરફ પોલીસને પ્રશાંત પર શંકા હોય તેનો ગાંધીનગર એફએસએલ ખાતે એસડીએસ અને એલવીએ ટેસ્ટ કરાવ્યો હતો જેનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો. આ અંગે પોલીસે જરી કાર્યવાહી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાના ગામની બે બહેનોની તરણ સ્પર્ધામાં મોટી સફળતા...
January 22, 2025 04:58 PMગરમ પાણી કે ચાના થર્મોસમાંથી દુર્ગંધ આવે છે? તો અજમાવો આ ઉપાય
January 22, 2025 04:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech