આજરોજ આજકાલ દૈનિક કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવેલા ક્રેડાઈ યુથ વિંગના પ્રમુખ પાર્થ પટેલએ જણાવ્યું હતું કે એક સમય હતો કે બિલ્ડર અને ડેવલપર અંગે લોકોમાનસમાં થોડી નકારાત્મક છાંટ જોવા મળતી હતી પરંતુ હાલમાં યુથ વિંગ જે રીતે કામગીરી કરી રહી છે તે જોતા રિઅલ એસ્ટેટ પ્રત્યે લોકોનો દ્રષ્ટ્રિકોણ પણ બદલાયો છે. બિલ્ડર લોબીની જનરેશન નેકસટમાં ક્રિએટિવિટીનું પ્રમાણ વધુ છે અને તે કસ્ટમર સેટીસફેકશન ઉપર વધુ ફોકસ કરે છે. એકંદરે બિલ્ડર લોબીની યગં જનરેશન વધુ પોઝિટિવ અને વધુ પાવરફુલ છે.
પાર્થ પટેલએ જણાવ્યું હતું કે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને વિઝન ડેવલપમેન્ટ જ ક્રેડાઇ યુથ વિંગનું ધ્યેય છે.
ઇસ ઓફ ડુઈંગ બિઝનેસ મતલબ કે રિઅલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં જેટલી સરળતા આવશે તેટલી સફળતા વધશે. બિલ્ડર્સની યગં જનરેશનને પીસફલી અને સ્મૂધલી કામ કરવું છે. તદઉપરાંત યુથ વિંગ દ્રારા વિઝન ડેવલપમેન્ટ ઉપર પણ ખાસ ફોકસ કરવામાં આવી રહ્યું છે, આ માટે દેશ–વિદેશના શહેરોની ટુર યોજાય છે જેનાથી વિઝન બ્રોડ થઇ શકે, તદઉપરાંત સમયાંતરે વિવિધ સેમિનાર, વર્કશોપ યોજાય છે તેમજ અધિકારીઓ અને પદાધિકારીગણની સાથે શુભેચ્છા મુલાકાત યોજવામાં આવે છે. યુથ વિંગ આગામી ૧૦–૧૫ વર્ષમાં ઇન્ડસ્ટ્રીની મેઇન સ્ટ્રીમમાં આવશે આથી જો હાલથી જ તેનું વિઝન ડેવલપ થયેલું હશે તો તેની સીધી અસર ઓવરઓલ ડેવલપમેન્ટ ઉપર જોવા મળશે.
પાર્થ પટેલએ મુકતમને નિખાલસ ચર્ચા કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોમન જીડીસીઆર આવ્યા બાદ તેમાં રહેલી વર્ટિકલ ડેવલપમેન્ટની પ્રોત્સાહક જોગવાઇઓને કારણે હાઇરાઇઝ બિલ્ડીંગનો જોરદાર ટ્રેન્ડ શ થયો છે, સાથે જ ગ્રાહકોમાંથી લકઝરીયસ પ્રોજેકટની ડિમાન્ડ વધુ જોવા મળી રહી છે. કસ્ટમરની ડિમાન્ડ મુજબ પ્રોજેકટ તૈયાર થતા હોય છે અને દરેક સિટીમાં ત્યાંના ટ્રેન્ડ મુજબ કસ્ટમરની અલગ વિશેષ ડિમાન્ડ હોય છે, યુથ વિંગ આ ડિમાન્ડને બરાબર સમજીને કસ્ટમર જે જોઈએ છે તે આપવા માટે પ્રયત્નશીલ રહે છે.
તાજેતરમાં સરકારની પ્રોત્સાહક જોગવાઈઓના કારણે રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં રિડેવલપમેન્ટનો ટ્રેન્ડ શ થયો છે. વર્ષેા જુના કોમ્પ્લેકસ અને એપાર્ટમેન્ટ સહિતના બિલ્ડીંગના સ્થાને નવા બિલ્ડીંગ બની રહ્યા છે જે બાબત પણ એક સારી નિશાની છે તેમ પાર્થ પટેલે ઉમેયુ હતું. ખાસ કરીને રી– ડેવલપમેન્ટ ના કિસ્સામાં અમુક સભ્યો સહમત થતા હોય અને અમુક સભ્યો સહમત ન થતા હોય તેવા કિસ્સાઓમાં તાજેતરમાં હાઇકોર્ટે આપેલા સીમાચિન્હપ ચુકાદાઓના કારણે એક હકારાત્મક પરિસ્થિતિનું નિર્માણ થયાનું પાર્થ પટેલએ કહ્યું હતું.
યુથ વિંગમાં પ્રોફેશનલ નોલેજ વધે તેવા હેતુથી અવારનવાર ટેકનિકલ અને નોન ટેકનિકલ એયુકેશન આપવા માટે સેશનનું આયોજન કરવામાં આવતું હોય છે, તદુપરાંત ટેકસેસન કે આર્કિટેકચર ને લગતા પ્રશ્નો હોય તો તે માટે પણ માર્ગદર્શન આપવા સેશન યોજવામાં આવે છે. રેરા ઓથોરિટી સાથે પણ શુભેચ્છા મુલાકાત યોજીને જરી ચર્ચા વિચારણા કરવામાં આવે છે. તેમણે ઉમેયુ હતું કે રેરા ઓથોરિટીએ તાજેતરમાં જ અમુક ખોટી ફરિયાદો કરવાની આદત ધરાવતા અરજદારો સામે દંડનીય કાર્યવાહી કરી હતી જે બાબતને યુથ વિંગ બિરદાવે છે.
લગભગ એક દાયકા બાદ રાજકોટની મુલાકાતે આવેલા કેડાઈ યુથ વિંગના પ્રેસિડેન્ટ પાર્થ પટેલ એ જણાવ્યું હતું કે રાજકોટનો અદભુત વિકાસ થયો છે, ખાસ કરીને રીંગરોડના કારણે રાજકોટ વિકસ્યું છે તેમ જણાવી તેમણે ઉમેયુ હતું કે ગુજરાતનું સૌથી વધુ ઉંચાઇનું હાઇરાઈઝ બિલ્ડીંગ રાજકોટમાં બની રહ્યું છે તે કઈં નાની સુની વાત નથી
શ્રીનાથજીની ઝાંખીમાં હાજરી આપશે
રિઅલ એસ્ટેટ એજન્ટસ એસોસિએશન ઓફ રાજકોટ દ્રારા હોટેલ સિઝન્સ અવધ રોડ ખાતે આજે રાત્રે નવ કલાકે આયોજિત શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમમાં ગુજરાત ક્રેડાઇની યુથ વિંગના પ્રેસિડેન્ટ પાર્થ પટેલ હાજરી આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે પાર્થ પટેલએ અમદાવાદના સુપ્રસિધ્ધ કવિશા ગ્રુપના ઓનર છે. ખાસ કરીને રાજકોટમાં આયોજિત શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમમાં તેમનું ગ્રુપ તેમજ રાજકોટના ધ ટોરસ ગ્રુપએ ઇવેન્ટ સ્પોન્સર તરીકે સહયોગ આપ્યો છે.
અમદાવાદ કરતાં રાજકોટની યુથ વિંગમાં વધુ ભાઇચારો
ગુજરાત ક્રેડાઇની યુથ વિગના પ્રેસિડેન્ટ પાર્થ પટેલ (કવિશા ગ્રુપ–અમદાવાદ)એ રાજકોટ આજકાલ દૈનિક કાર્યાલયની શુભેચ્છા મુલાકાત વેળાએ મેનેજિંગ એડિટર અનિલ જેઠાણી સાથે મુકત મને કરેલી નિખાલસ વાતચીતમાં જણાવ્યું હતું કે, અમદાવાદ ક્રેડાઇની યુથ વિંગ કરતા રાજકોટ ક્રેડાઇની યુથ વિંગમાં ભાઈચારો વધુ છે તે નિહાળી ખુશી અનુભવી છે. અલબત્ત તેમણે ઉમેયુ હતું કે અમદાવાદમાં સભ્ય સંખ્યા ૨૦૦૦થી વધુ હોય બધા મેમ્બર દરેકને મળી શકતા નથી. યારે રાજકોટમાં ભાઈચારો વધુ છે અને બધા સતત એકબીજાને હળતા મળતા રહે છે અને સતત સંપર્કમાં રહે છે તે આનંદની વાત છે.
રાજકોટ સાથેના સંસ્મરણો વાગોળ્યા
ગુજરાત ક્રેડાઇની યુથ વિગના પ્રેસિડેન્ટ પાર્થ પટેલએ રાજકોટ સાથેના તેમના વર્ષેા જુના સંસ્મરણો વાગોળ્યા હતા અને જણાવ્યું હતું કે આજે જીવનમાં ત્રીજી વખત રાજકોટ શહેરની મુલાકાતે આવ્યો છું, અગાઉ સ્ટુડન્ટ લાઇફમાં રાજકોટની સેન્ટ મેરીઝ સ્કૂલ ખાતે આયોજિત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે સ્પર્ધક તરીકે પ્રથમ વખત રાજકોટ આવ્યો હતો. યારે બીજી વખત તેમના એક મિત્રના યજ્ઞોપવિત પ્રસંગમાં હાજરી આપવા માટે રાજકોટ આવ્યો હતા ત્યારબાદ આજે દસ વર્ષ પછી રાજકોટમાં આયોજિત શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાજકોટ આવ્યો છું.
રાજકોટનું પ્રેસ–મીડિયા રચનાત્મક આજકાલ સાથે યાદગાર મુલાકાત
ગુજરાત ક્રેડાઇની યુથ વિંગના પ્રેસિડેન્ટ પાર્થ પટેલએ આજકાલ દૈનિક સાથેની શુભેચ્છા મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે રાજકોટના પ્રેસ મીડિયા સાથેની મુલાકાત બાદ તેઓએ એવું અનુભવ્યું કે ખરાબ અર્થમાં રાજકોટનું પ્રેસ મીડિયા રચનાત્મક અને હકારાત્મક છે, પ્રશ્નો સમજવા અને ઉકેલવા તેમજ તેને તત્રં અને સરકાર સુધી પહોંચાડી ખરા અર્થમાં કડીપ ભૂમિકા ભજવે છે. આજકાલ દૈનિક કાર્યાલયની શુભેચ્છા મુલાકાત વેળાએ તેમની સાથે રાજકોટ ક્રેડાઈના ગોપી પટેલ (ધ ટોરસ ગ્રુપ) તેમજ રીયલ એસ્ટેટ એજન્ટસ એસોસિએશન ઓફ રાજકોટના નિલેશ સુરાણી, કેતનભાઇ પારેખ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાલાવડ બાર એસોસિએશનની ચુંટણીના પરિણામ જાહેર
December 21, 2024 07:23 PMકાલાવડ ફાયરની ટીમે ડેકોર બ્રાસ ઇન્ડસ્ટ્રીઝમાં લાગેલી આગમાં રેસ્ક્યુ કરી કરોડોનું નુકસાન બચાવ્યું
December 21, 2024 07:22 PMજામનગરના રણજીતસાગર રોડ પર કુખ્યાત શખ્સના ભાઈ ધર્મેશ રાણપરીયાની પેસકદમી, તંત્ર દ્વારા દબાણ દૂર કરાયું
December 21, 2024 06:41 PMસંધ્યા થિયેટર અકસ્માત પર અલ્લુ અર્જુને કહ્યું હતું- હવે ફિલ્મ હિટ થશે, અકબરુદ્દીન ઓવૈસીનો દાવો
December 21, 2024 05:48 PMચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધશે, દારૂ કૌભાંડ કેસ દાખલ થશે, LGએ EDને આપી મંજૂરી
December 21, 2024 05:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech