યુટ્યુબર મનીષ કશ્યપ ભાજપને અલવિદા કરશે

  • March 28, 2025 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિહારના પ્રખ્યાત યુટ્યુબર મનીષ કશ્યપે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. છાપરામાં તેમની યુટ્યુબ ચેનલ સચ ટોક્સ સહિત 11 ચેનલ સામે દાખલ કરાયેલી ફરિયાદથી તેઓ ગુસ્સે ભરાયા હતા. યુટ્યુબરે જાહેરાત કરી કે તે ભાજપ છોડી દેશે અને ત્યારબાદ તે છાપરા જશે અને આત્મસમર્પણ કરશે. તેમણે આરોપ લગાવ્યો કે મહિલાઓનો અવાજ ઉઠાવવાને કારણે, સારણ પોલીસે તેમની અને અન્ય યુટ્યુબ ચેનલો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી. ઉલેખનીય છે કે મનીષ કશ્યપ ગયા વર્ષે જ ભાજપમાં જોડાયા હતા.


પોલીસે મહિલાઓને માર માર્યાનો વિડીઓ પોસ્ટ કરવાની આ સજા

મનીષ કશ્યપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો પોસ્ટ કરીને ભાજપ છોડવાના નિર્ણયની જાહેરાત કરી. તેમણે આરોપ લગાવ્યો કે પોલીસે સારણ જિલ્લાના દિઘવારામાં હોળી પર હોબાળો મચાવવા અને પોલીસ સ્ટેશનને ઘેરી લેવા બદલ મહિલાઓને માર માર્યો હતો. તેમણે પોતાની ચેનલ પર આ સંબંધિત એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ કારણે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.


હું જેલમાં જઈશ અને બહાર આવી ફરી અવાજ ઉઠાવીશ: મનીષ

મનીષ કશ્યપે જણાવ્યું કે સારણ એસપીના નિર્દેશ પર તેમની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. જે કલમો હેઠળ ફરીયાદ્ દાખલ કરવામાં આવી છે તે બિનજામીનપાત્ર છે. એટલા માટે તે પોતે શુક્રવારે છપરા પહોંચીને આત્મસમર્પણ કરી રહ્યા છે. અમે જેલ જવા તૈયાર છીએ. તેમણે કહ્યું કે અમે લૂંટારા કે દારૂના વેપારી નથી. તેઓ રેતી માફિયાઓ પાસેથી પૈસા પણ લેતા નથી. હું જેલમાં જઈશ અને પછી બહાર આવીને ગરીબોનો અવાજ ઉઠાવીશ.


નીતિશ સરકારની નીતિઓનું ખુલ્લેઆમ સમર્થન

મનીષ કશ્યપ 2024ની લોકસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ભાજપના સાંસદ મનોજ તિવારીએ તેમને પાર્ટીનું સભ્યપદ આપ્યું હતું. પશ્ચિમ ચંપારણ જિલ્લાના રહેવાસી કશ્યપ ત્યારે સમાચારમાં આવ્યા જ્યારે તમિલનાડુમાં બિહારીઓ પર મારપીટનો બનાવટી વીડિયો વાયરલ થયા બાદ અનેક કેસોમાં તેમની સામે કાર્યવાહી કરવામાં આવી. તે લગભગ 9 મહિના સુધી તમિલનાડુ અને પટનાની જેલમાં રહ્યો. જોકે, ભાજપમાં જોડાયા પછી પણ, તેઓ તેમની ચેનલ પર નીતિશ સરકારની નીતિઓનું ખુલ્લેઆમ સમર્થન કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application