રક્ષા બંધનએ વર્ષના સૌથી મોટા તહેવારોમાંનો એક છે. આ વર્ષે રક્ષાબંધન 19 ઓગસ્ટ, સોમવારે એટલે કે આજે ઉજવવામાં આવી રહી છે. રક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને ભાઈઓ તેમની બહેનોની રક્ષા કરવાનું વચન આપે છે. આ દિવસે ભાઈઓ પણ પોતાની બહેનને ભેટ આપીને ખુશ કરે છે. બહેનો આ દિવસે નવા કપડાં, મેક-અપ, એસેસરીઝ, હેરસ્ટાઇલ અને મહેંદીનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. ત્યારે જો તમે પણ રક્ષાબંધન પર કેવી રીતે તૈયાર થવું અથવા લુકને કેવી રીતે ફાઇનલ કરવો તે વિશે વિચારી રહ્યાં છો, તો આ આઈડિયા ફોલો કરી શકો છો. આ એક્ટ્રેસના લુકમાંથી પ્રેરણા લઈને રક્ષાબંધન માટે તૈયાર થઇ શકો છો.
જ્હાનવી કપૂર
જો અલગ અને ખાસ દેખાવા માંગતા હોય તો જાહ્નવી કપૂરના આ લુકને ફોલો કરી શકો છો. આ લુકમાં જ્હાન્વી ખૂબ જ સુંદર લાગી રહી છે. જાહ્નવીએ ગુલાબી અને પીળા પટિયાલા સૂટ સાથે પરાંદા લગાવીને ચોટલો વળ્યો છે. તેને હાથમાં બંગડીઓ પહેરી છે અને ગ્લોસી મેક-અપ રાખ્યો છે. બ્રાઈટ કલર્સ સાથે જ્હાન્વીનો આ લુક એકદમ પરફેક્ટ છે.
સારા અલી ખાન
સારા અલી ખાનનો આ ચુડીદાર લુક પણ રક્ષાબંધન પર ટ્રાય કરી શકાય છે. આ લુકમાં સારાએ પેસ્ટલ શાઇની કલરના કુર્તા, દુપટ્ટા અને ચૂડીદાર પાયજામો પહેર્યો છે. માથા પર માંગ ટીક્કા અને કાનમાં મોટા ઈયરીંગ્સ પહેર્યા છે. સારાએ તેની એક્સેસરીઝ તરીકે રિંગ પણ કેરી કરી છે. સારાનો બોલ્ડ આઇ મેકઅપ આ સમગ્ર લુકમાં ચાર્મ ઉમેરી રહ્યો છે.
અનન્યા પાંડે
જો તમે હમણાં જ લગ્ન કર્યા છે અથવા સાડી પહેરવાના શોખીન છો, તો અનન્યા પાંડેના આ લુકમાંથી પ્રેરણા લઈ શકો છો. અનન્યા આ લુકમાં યલો કલરની સાડી પહેરેલી જોવા મળી રહી છે. અનન્યાએ તેની સાડીને ગોલ્ડન બોર્ડર સાથે મેચ કરતી જ્વેલરી પહેરી છે. અનન્યાએ તેના વાળને બનમાં બાંધીને અને તેને ફૂલોથી સજાવીને તેનો લુક પૂર્ણ કર્યો છે.
શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂરનો આ દેખાવ રક્ષાબંધન માટે એકદમ યોગ્ય છે. આ પ્રકારનો લુક રક્ષાબંધનના દિવસે બહેનોને ખૂબ જ સુંદર લાગશે. પોતાના લુકને મિનિમલ રાખીને શ્રદ્ધાએ પિંક લહેંગા પહેર્યો હતો. કાનમાં બુટ્ટી, હળવો મેકઅપ, વેણીમાં બાંધેલા વાળ અને કપાળ પર બિંદી શ્રદ્ધાનો લુક પૂર્ણ કરે છે.
સુહાના ખાન
શાહરૂખ ખાનની દીકરી અને અભિનેત્રી સુહાના ખાનના આ લુકમાંથી પણ રક્ષાબંધન માટે ઇન્સ્પિરેશન લઈ શકાય છે. સુહાનાએ તેના હળવા રંગના આઉટફિટની સાથે તેનો મેકઅપ એકદમ મિનિમલ રાખ્યો છે. સુહાનાએ કપાળ પર લાઇટ બ્રાઉન લિપસ્ટિક, બિંદી અને બ્લશ લગાવીને પોતાનો મેકઅપ પૂર્ણ કર્યો છે અને તેના વાળ લહેરાતા અને ખુલ્લા રાખ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMકાલાવડની મુલાકાતે હિન્દૂ સેના પહોંચી
December 23, 2024 12:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech