પોરબંદરના એ.સી.સી.કોલોની ખાતે ચાલતા યોગકલાસમાં યોગસાધકો સામુહિક રીતે સુર્યનારાયણને જલ અર્પણ કર્યું હતુ.
પોરબંદરના એ.સી.સી.કોલોની ખાતે ચાલતા યોગકલાસમાં યોગસાધકો સામુહિક રીતે સુર્યનારાયણને જલ અર્પણ કર્યું હતુ.ભારતીય પરંપરા મુજબ પહેલા લોકો બ્રહ્મ મુહૂર્તમાં જાગી પ્રાત: દિનચર્યા પછી કસરત,દુજાણા,પુજા પાઠ કર્યા બાદ સુર્ય નારાયણ ભગવાનને જલ અર્પિત કર્યા પછી માતા-પિતાને પગે લાગ્યા બાદ કામે ધંધે લાગતા હતા.
આપણે આપણી સનાતન ધર્મ પ્રક્રિયા ભુલી પશ્ર્ચિમી દેશનું અનુકરણ કરતા થઈ ગયેલ છે. આજે પશ્ર્ચિમી દેશો આપણી સંસ્કૃતિનો અનુકરણ કરતા થઈ ગયા છે. અને આપણી સનાતની ભોજન છાશ, રોટલા, ચુરમુ, દાળ, ભાત, શાક, ખાતા ત્યારે બહુ ઓછા બિમાર પડતા હતા તે ભુલી ગયા અને વિદેશી બર્ગર પિઝા મોમોઝ, મેગી, નુડલ્સ, ચાઇનીસ પીઝા ખાવાથી ભયંકર બીમારી કેન્સર, કિડની, લીવર, હાર્ટએટેક મોઢાના કેન્સર, ડાયાબિટીસ, બીપી જેવી અનેક બીમારીઓ આવી ગયેલ છે. અને એલોપેથીમાં આ કોઈપણ બિમારીનો ઈલાજ નથી જ્યારે આપણી સંસ્કૃતિ એટલે યોગ આયુર્વેદમાં દરેક બિમારીનો ઈલાજ છે.પ.પુ.સ્વામી રામદેવજી મહારાજે સમગ્ર વિશ્ર્વમાં યોગ આયુર્વેદને સ્થાપિત કરેલ અને વિશ્ર્વ હવે યોગ આયુર્વેદ સનાતની સંસ્કૃતિ તરફ વળે છે.તેથી આપણી સંસ્કૃતિને યાદ કરાવવા માટે સામુહિક યોગ ક્લાસમાં સુર્યનારાયણ ભગવાનની જલ અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આમાં દરેક યોગસાધકો પોતાના ઘરેથી ત્રાંબા નો લોટો લઈ આવેલ હતા અને વિધિ વ્રત કુંભાનાળુ બાંધી જલ અર્પણ માં બધા યોગ સાધકો એ હોસે હોંસે ભાગ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસફેદ કે લાલ? કઈ ડુંગળીનો ઉપયોગ વધુ ફાયદાકારક?
January 23, 2025 12:06 PMજામનગરમાં રીવરફ્રન્ટને આડે આવતા તમામ ગેરકાયદે બાંધકામો દુર કરાશે: કમિશ્નર
January 23, 2025 11:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech