પોરબંદર પતંજલિ યોગ સમિતિ દ્વારા પ્રકૃતિમય વાતાવરણમાં કીલેશ્ર્વરનો પ્રવાસ યોજાયો હતો.
પતંજલી યોગ ભારત સ્વાભિમાન જીલ્લા અધ્યક્ષ નરેશભાઈ જુંગીની યાદી જણાવે છે કે પોરબંદરના યોગ સાધકોએ બરડા ડુંગર માં આવેલ કિલેશ્ર્વર મહાદેવના સાનિધ્યમાં પ્રવાસનો આનંદ લીધો હતો. પતંજલી સંસ્થા તથા પરમ શ્રદ્ધેય શ્રી રામદેવજી મહારાજના આશીર્વાદથી યોગ સાથે પ્રકૃતિના માધ્યમ દ્વારા આ પ્રવાસ યોજેલ હતો. આ પ્રવાસમાં યોગ સાધકો તથા તેમના પરિવાર અને નવા સભ્યો પણ જોડાયા હતા.
પોરબંદર જીલ્લામાં ૨૧ વર્ષથી પતંજલી યોગ સમિતિ ભારત સ્વાભિમાન, યુવા ભારત, પતંજલિ મહિલા સમિતિ, કિસન સેવા સમિતિ કાર્યરત છે. પતંજલી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નિયમીત યોગ અને પ્રાણાયામ યોગ સાધકોને અભ્યાસ કરાવવામાં આવે છે. આ યોગ ક્લાસ તદ્દન નિ:શુલ્ક છે અને શહેરના કોઈ પણ નાગરિકો જોડાઈ સારી તંદુરસ્તી મેળવે છે અને જટિલ રોગોને હરાવી બહાર પણ આવે છે. આયુર્વેદ અને યોગ પ્રાણાયામ બંને સાથે અપનાવવામાં આવે તો સારી તંદુરસ્તી અને રોગમુક્ત જીવન શક્ય બને છે. શુદ્ધ હવા, પાણી અને ભોજન કિલેશ્ર્વર મહાદેવના સાનિધ્યમાં જ સંભવી શકે. જ્યાં પ્રકૃતિ અને વનરાજી વર્ષાઋતુ બાદ સોળે કળાએ ખીલેલ છે તેવા બરડા ડુંગરમાં બે બસ માં ૬૫ થી વધુ યોગ સાધકો આ પ્રવાસમાં જોડાયા હતા. નાના બાળકો થી લઇ વયોવૃદ્ધ લોકો આ પ્રવાસમાં દરમિયાન હરિનામ સંકીર્તન પણ યોગ સાધકોનો આ પ્રવાસ અવિસ્મરણીય બનાવ્યો હતો. કોઈ પણ જાતના ભેદભાવ વગર કિલેશ્વરમાં જાહેર રસોડાની જગ્યાની મધ્યમાં જ ભજન અને પ્રભુનામ જપ સાથે સંગીત સાધનો દ્વારા રાસ ગરબા તથા અન્ય રમતો રમાડેલ અને વિજેતાઓને પુરસ્કાર આપેલ આજુબાજુનું સમગ્ર વાતાવરણ દૈવી બનાવ્યું હતું. રેવતીકુંડમાં સ્નાન સાથે કિલેશ્ર્વર મહાદેવના જયઘોષ સાથે પુણ્યનું ભાથું બાંધ્યું હતું. આસપાસના જંગલ વિસ્તારમાં આયુર્વેદિક ઔષધીઓ પણ જોવા મળી હતી જેનો ઉપયોગ હજારો વર્ષોથી થતો આવ્યો છે. પતંજલિના વૈદ્ય આચાર્ય બાલકૃષ્ણજી પણ વર્ષો પહેલા આર્ય સમાજમાં રહીને બરડા ડુંગરમાં જડીબુટ્ટીઓ નું સંશોધન કરેલ.
સમગ્ર પ્રવાસ દરમ્યાન પ્લાસ્ટિક દ્વારા પ્રદૂષણ ન ફેલાય, જંગલ વિસ્તારમાં સ્વચ્છતા રહે તેનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો હતો.
સમગ્ર પ્રવાસ કાર્યક્રમને સફળ બનાવવા પતંજલી વેલનેશ યોગ ક્લાસ ના સદસ્ય પ્રવાસના પ્રોજેક્ટ ચેરમેન શૈલેષભાઈ દેવખડ આયુર્વેદિક હોસ્પિટલ ના રિટાયર્ડ ડો . સંજય મોઢા, કિશોરભાઈ પી.ઓ.પી. વાળા મહેન્દ્રભાઈ લોઢીયા દીનું ગીરીબાપુ, નરસીભાઈ સોનાગરા, મનોજભાઈ મકવાણા, દલસુખભાઇ ભારત સ્વાભિમાન જીલ્લા અધ્યક્ષ નરેશભાઈ જુંગી, માયાબહેન, વંદનાબેન રમીલાબેન તથા અન્યો એ સાથ અને સહકાર આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech