ગુરૂમા આનંદમૂર્તિના સાંનિધ્યમાં એક સાથે ૪૦ શહેરોમાં યોગ–ધ્યાન: હજારો સાધકો જોડાયા

  • September 19, 2023 04:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પરમ પૂજય ગુરૂમા આનંદમૂર્તિના સાંનિધ્યમાં દેશના ૪૦થી વધુ શહેરોમાં એક સાથે હજારો લોકોએ યોગનિંદ્રાના વિશેષ સત્રમાં ભાગ લીધો હતો. જેમાં આજકાલના મોભીશ્રી ધનરાજભાઈ જેઠાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેનું શ્રી જગદીશભાઈ સોનવાણીએ સ્વાગત–અભિવાદન કયુ હતું.૨૫ વર્ષથી ઋષિ ચૈતન્ય ટ્રસ્ટ સાધકોમાં કલ્યાણ અર્થે કાર્યરત છે.


જનકરણ એ જ લયને નિર્ધારિત કરવા માટે ભારતના અનેક શહેરોમાં ઋષિ ચૈતન્ય વિઝનની સ્થાપના કરી, ધ્યાન કા રસપાન કરવા માટે આ સાધના છે. રવિવારના રોજ સવારે કેન્દ્રોમાં જઇ ધ્યાનનો અભ્યાસ કરવો. ઋષિ ચૈતન્ય વિઝન તમામ કેન્દ્રો દ્રારા સવારે ૧૧ વાગ્યે યોગ નિદ્રાનો અભ્યાસ કરવામાં આવ્યો. દરેક શહેરોમાં સાધકોએ ભાગ લીધો હતો અને શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્તર પર આરામની સાથે સાથે આધ્યાત્મિક સહાય પ્રદાન કરવા માટે આ અનુપમ પધ્ધતિનો અભ્યો કર્યેા.

યોગા અભ્યાસથી સર્જનાત્મકતા, સ્મરણ શકિત અને એકાગ્રતા વધે છે. વિધાર્થીઓ માટે તે યોગ નિદ્રા એક વરદાન છે. ગ્રહણ શકિત અને યાદ શકિતમાં બધી ક્ષમતાઓ વધી રહી છે. માનસિક, શારીરિક, ભાવનાત્મક સ્તર પર આરામ આપનાર યોગ નિદ્રા આધ્યાત્મિક ઉત્કૃષ્ટ્ર દ્રારા ચેતના વધુ સ્તરના અનુભવમાં પણ સહાયક છે. (ભારતીય તબીબી સંશોધન પરિષદ, હૈદરાબાદ) વિજ્ઞાનીઓએ પણ સંશોધન કરેલ છે. યોગ નિદ્રાથી ઉચ્ચ માનસિક અને માનસિક રોગોને દવાઇને દૂર કરવામાં સહાય મળે છે. તણાવ, અનિદ્રા, વિષાદ કે સાથે ડાયાબિટીસ અને મોટાપો જેવી બીમારીઓની પણ અસરકારક સારવાર યોગ નિદ્રા છે. એક પધ્ધતિ, લાભ ઘણા! આ અનુપમ પધ્ધતિનો લાભ તમે પણ લઇ શકો છો. જેના માટે પૂજય
આનંદમૂર્તિ ગુરૂમા દ્રારા યુ–ટયુબ પર ચેનલ ચાલે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application