પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની કરાશે ઉજવણી
“સ્વયં અને સમાજ માટે યોગ” થીમ અન્વયે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં જિલ્લાકક્ષાની ઉજવણી ખંભાળિયાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે. આ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે આઇકોનિક સ્થળ નવલખા મંદિર તથા સુદર્શન સેતુ ખાતે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
આ ઉપરાંત તાલુકા કક્ષાએ પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં ખંભાળિયા તાલુકા કક્ષાનો કાર્યક્રમ આર.એન. વારોતરીયા વિદ્યાલય, ભાણવડ તાલુકા કક્ષાનો કાર્યક્રમ પુરુષાર્થ વિદ્યામંદિર, કલ્યાણપુર તાલુકા કક્ષાનો કાર્યકમ નંદાણા ગામે જી.એમ.ડી.સી.સ્કૂલ ખાતે તથા દ્વારકા તાલુકા કક્ષાનો કાર્યક્રમ એન.ડી.એચ. હાઈસ્કૂલ ખાતે યોજાશે.
યોગ દિવસની ઉજવણી જિલ્લામાં નગરપાલિકા કક્ષાએ તથા તમામ ગામો, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, કોલેજો, આઈ.ટી.આઈ. સહિતના સ્થળે પણ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં પ્રવેશ માટે ’ડ્રેસ કોડ’
January 29, 2025 11:30 AMચેટજીપીટીના ઉપયોગથી 11 કરોડની છેતરપિંડી કરનાર જામતારા સાયબર ગેંગનો પર્દાફાશ
January 29, 2025 11:30 AMખંભાળિયાના રહેણાંક વિસ્તારમાં આગ ભભૂકી
January 29, 2025 11:27 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech