સૌરાષ્ટ્ર્રમાં કોલ્ડ વેવનું યલો એલર્ટ: ગિરનાર ૫.૩

  • December 10, 2024 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જમ્મુ કશ્મીર લદાખ અને સમગ્ર હિમાલયન રિજીયનમાં વરસાદ અને હિમવર્ષાના પગલે દેશભરમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. સૌરાષ્ટ્ર્ર કચ્છમાં હવામાન વિભાગે આજે અને આવતીકાલ એમ બે દિવસ માટે કોલ્ડ વેવનું યેલ્લો એલર્ટ જાહેર કયુ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર્ર કચ્છના અમુક જિલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ વધી જશે અને તેમાં પણ ખાસ કરીને ભાવનગર તથા કચ્છ જિલ્લામાં કોલ્ડ વેવની અસર વધુ જોવા મળશે.
આજે ગિરનાર પર્વત પર લઘુતમ તાપમાન માત્ર ૫.૩ ડિગ્રી રહેવા પામ્યું છે. ભવનાથ તળેટીમાં ૮.૩ અને જુનાગઢ શહેરમાં ૧૦.૩ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
રાજકોટના લઘુતમ તાપમાનમાં ખાસ ફેરફાર થયો નથી પરંતુ આમ છતાં ઠંડા પવન અને ભેજના પ્રમાણમાં વધારો થવાથી ઠંડીની તીવ્રતા વધી છે. રાજકોટમાં ગઈકાલે ૧૧.૮ અને આજે ૧૧.૩ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે.
ઉત્તર દિશામાંથી પ્રતિ કલાકના સરેરાશ ૧૨ થી ૧૫ કિલોમીટરની ઝડપે ટાઢા બોળ પવન ફંકાઈ રહ્યા છે અને તેના કારણે લઘુતમ તાપમાનનો પારો ઝડપભેર નીચે ઉતરી રહ્યો છે. મહત્તમ તાપમાનમાં પણ ત્રણથી ચાર ડિગ્રી જેટલો એક જ ધડાકે ઘટાડો થયો છે અને આજે રાયના તમામ વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી નીચે આવી ગયું છે.
સૌરાષ્ટ્ર્ર કચ્છમાં આજે અને આવતીકાલે બે દિવસ માટે કોલ્ડ વેવનું યેલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર્ર કચ્છમાં કોલ્ડ વેવની વધુ અસર ભાવનગર અને કચ્છ જિલ્લામાં જોવા મળશે. ગઈકાલે ભાવનગર જિલ્લાના મહત્પવામાં લઘુતમ તાપમાન ૯.૧ ડીગ્રી એ પહોંચી ગયું હતું.
દેશમાં અન્ય રાયોની સ્થિતિ જોઈએ તો જમ્મુ કશ્મીર લદાખ ઉત્તરાખડં હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન પંજાબ હરિયાણા ચંદીગઢ અને મધ્યપ્રદેશમાં આગામી ત્રણ દિવસ સુધી કોલ્ડ વેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના બુલેટિનમાં જણાવવા મુજબ આગામી ત્રણ દિવસ સુધી હજુ ઠંડીનું જોર વધશે અને લઘુતમ તાપમાનમાં ચાર ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે.

કયાં કેટલી ઠંડી
ગિરનાર પર્વત ૫.૩
નલિયા ૬.૪
ભવનાથ તળેટી ૮.૩
વડોદરા ૧૦.૨
ડીસા ૧૦.૩
જૂનાગઢ ૧૦.૩
રાજકોટ ૧૧.૩
અમરેલી ૧૩.૦
અમદાવાદ ૧૩.૭
પોરબંદ ર૧૪.૫




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News